વિકેટ કીપર-બેટર એમ એસ ધોનીએ IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સનું સુકાનીપદ છોડ્યું છે.
ધોની કે જેમની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ IPL ટાઈટલ જીત્યું છે, તેમણે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ સોંપી છે.
આજથી શરૂ થયેલી IPL ટુર્નામેન્ટમાં ચેન્નઈનો પ્રથમ મુકાબલો બેંગ્લોર સામે થશે, ત્યારે એમ એસ ધોનીના કેપ્ટન તરીકેના કેટલાક રેકોર્ડ્સ પર નજર કરીએ.
ધોનીની કપ્તાની હેઠળ રમાયેલી 226 IPL મેચમાંથી 133 મેચ ચેન્નઈ જીત્યું છે, માત્ર 91 મેચમાં જ પરાજયનો સામનો કરવો પડ્યો.
196 મેચમાં 4660 રન સાથે ધોની કોહલી પછી બીજા સૌથી વધુ રન બનાવનારા IPL કેપ્ટન છે.
ધોનીએ આઈપીએલમાં કેપ્ટન તરીકે 22 ફિફ્ટી પ્લસ સ્કોર પણ નોંધાવ્યા છે.
2019માં તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 48 બોલમાં 84 રન ફટકાર્યા હતા, જે આઈપીએલ કેપ્ટન તરીકે હાઈએસ્ટ છે.
ધોનીની કેપ્ટન તરીકે જીતની ટકાવારી 67.85% છે, જે IPLમાં કોઈપણ કેપ્ટન કરતાં સૌથી વધુ છે.
ધોની 218 છક્કા ફટકારનારા એકમાત્ર IPL કેપ્ટન છે, તેમણે 320 ચોગ્ગા પણ ફટકાર્યા છે.