2024માં આ 6 દિગ્ગજે ટીમ ઈન્ડિયાને કહ્યું અલવિદા.
શિખર ધવન: ભારતીય ક્રિકેટ ટીમના આ અનુભવી ઓપનિંગ બેટરે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
વિરાટ કોહલી: બે વખત T20 વર્લ્ડ કપ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને પ્લેયર ઓફ ધ મેચ 2024 ફાઈનલ, કોહલીએ પણ આ વર્ષે T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.
રોહિત શર્મા: T20 વર્લ્ડ કપ 2024માં ભારતની જીત બાદ રહિતે પણ T20Iમાંથી નિવૃત્તિ લીધી છે.
દિનેશ કાર્તિક: ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકે પણ આ વર્ષે IPL સહિત તમામ ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
રવિન્દ્ર જાડેજા: T20 વર્લ્ડ કપ 2024ની જીત બાદ જાડેજાએ T20I માંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ તે ટેસ્ટ અને ODI ક્રિકેટ રમશે.
કેદાર જાધવ: 39 વર્ષની ઉંમરે જૂનમાં મહિનામાં આ ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.