હાર્દિક, શમી, ધવન સહિત ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓના પણ લગ્નજીવન રહ્યા નિષ્ફળ.

હાર્દિક પંડ્યા: 4 વર્ષના લગ્નજીવન બાદ ગુરુવારે (18 જુલાઈ)એ હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કરી છે.

શિખર ધવન: ભારતીય ઓપનરે લગ્નના આઠ વર્ષ બાદ 2021માં આયેશા મુખરજીને ડિવોર્સ આપી દીધા હતા.

દિનેશ કાર્તિક: ભારતીય ક્રિકેટરે 2012માં તેની બાળપણની મિત્ર નિકિતા વણજારાને ડિવોર્સ આપ્યા હતા, 2015માં દિનેશે સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા.

મોહમ્મદ અઝહરુદ્દીન: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટને 1996માં બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા માટે પ્રથમ પત્ની નૌરીનને ડિવોર્સ આપ્યા હતા.

વિનોદ કાંબલીઃ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને 2005માં તેની બાળપણની મિત્ર નોએલા લુઈસને ડિવોર્સ આપીને ભૂતપૂર્વ મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે લગ્ન કર્યા હતા.

મોહમ્મદ શમી: આ ક્રિકેટર 2018માં પત્ની હસીન જહાંથી અલગ થયા હતા. પત્ની દ્વારા તેમના પર ઘરેલું શોષણ અને વ્યભિચારનો આરોપ લગાવવામાં આવ્યો હોવાથી કોર્ટમાં હાલ કેસ ચાલે છે.

યોગરાજ સિંહ: ભૂતપૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ પણ યુવરાજ સિંહના માતા શબનમ કૌરને ડિવોર્સ આપ્યા બાદ સતબીર કૌર સાથે લગ્ન કર્યા હતા.

જવાગલ શ્રીનાથ: ભારતના આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે 1999માં તેની પ્રથમ પત્ની જ્યોત્સ્ના સાથે લગ્ન કર્યા હતા. જે નિષ્ફળ નીવડતા 2008માં માધવી પતરાવલી નામના પત્રકાર સાથે લગ્ન કર્યા હતા.

અનિલ કુંબલે: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે 1999 માં રચના સાથે લગ્ન કરવા માટે તેની પ્રથમ પત્ની ચેતનાને ડિવોર્સ આપી દીધા હતા.

More Web Stories