રાજસ્થાનના અલવરમાં આવેલો ભાનગઢનો કિલ્લો ભારતનું સૌથી ભૂતિયા સ્થળ માનવામાં આવે છે.
આ કિલ્લો અંબરના કચવાહા રાજા ભગવંત સિંહે બનાવ્યો હતો. આ એક ખૂબ જ સુંદર કિલ્લો છે.
પરંતુ અહીં જનારા લોકોએ દાવો કર્યો છે કે તેમને લાગ્યું છે કે કોઈ તેમને ફોલો કરી રહ્યું છે. લોકોએ અહી ખૂબ જ હતાશા અને ચિંતા પણ અનુભવી છે.
જ્યાં દિવસના સમયે પણ લોકો કિલ્લાની અંદર જતા ડરે છે, ત્યાં સાંજના સમયે કિલ્લામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
કિલ્લાની આસપાસ રહેતા ગ્રામજનોનો દાવો છે કે જે કોઈ રાત્રે કિલ્લાની અંદર જાય છે તે ક્યારેય પાછો આવતો નથી.
એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં એક સાધુની આત્મા છે જેણે કિલ્લાને શ્રાપ આપ્યો હતો.
આ સિવાય રાજકુમારી રત્નાવતી અને તાંત્રિકની વાયકા પણ પ્રચલિત છે, તાંત્રિક રાજકુમારીને હાંસલ કરવા માગતો હતો.
એટલે તાંત્રિક સિંધિયાએ એક અત્તરની બોટલ પર વશીકરણ કરી રાજકુમારીને વશમાં કરવાની કોશિશ કરી હતી.
જો કે રાજકુમારીએ બોટલ પથ્થર પર ફેંકતા, પથ્થર તાંત્રિક પાછળ પડી ગયો અને તેનું મોત થયું.
મરતા પહેલા તાંત્રિકે શાપ આપ્યો કે તે કિલ્લામાં રહેનારા તમામને મારી નાખશે, તે લોકોની આત્મા આ કિલ્લામાં ભટકતી રહેશે.
આ તાંત્રિકના મોતના થોડા સમય બાદ જ ભાનગઢ અને અજબગઢ વચ્ચે યુદ્ધ થયું, જેમાં કિલ્લામાં રહેતા તમામ લોકો માર્યા ગયા હતા.
લોકોને અહીંયા રડવાના અવાજો અને ચીસો સંભળાય છે, સાંજ પછી આ કિલ્લામાં જવાની હિંમત કોઈ નથી કરતું.