પંકજ ઉધાસ, રતન ટાટાથી લઈને મનમોહન સિંહ સુધી: 2024માં અનેક દિગ્ગજોએ દુનિયાને કહ્યું અલવિદા.

દેશના પૂર્વ વડાપ્રધાન અને નાણામંત્રી ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે 26 ડિસેમ્બરે, 92 વર્ષની વયે અવસાન થયુ હતુ.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ રતન ટાટાએ વર્ષ 2024માં દુનિયાને અલવિદા કહ્યું હતું.

દિગ્ગજ રેડિયો એનાઉન્સર અને બ્રોડકાસ્ટર અમીન સયાનીનું 20 ફેબ્રુઆરીના રોજ 91 વર્ષની વયે અવસાન થયું હતું.

સંગીત જગતના દિગ્ગજ ગઝલ ગાયક પંકજ ઉધાસ આ વર્ષે ફેબ્રુઆરીમાં પંચતત્વમાં વિલિન થયા. પંકજ ઉદાસનું લાંબી માંદગીને કારણે નિધન થયું હતું.

મરાઠી અભિનેતા અતુલ પરચુરેનું લીવર કેન્સરના કારણે 57 વર્ષની વયે નિધન થયું છે, વિવિધ કોમેડી શૉ તેમજ ફિલ્મોમાં લોકોને તેમનો કોમેડી રોલ ખૂબ જ પસંદ આવતો હતો.

દિગ્ગજ પ્લેબેક સિંગર ઉસ્તાદ રાશિદ ખાને 9 જાન્યુઆરી, 2024ના રોજ 55 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે કિડની સંબંધિત બીમારીમાં નિધન થયું હતું. તેણે ભારતીય સિનેમાને મંથન, અંકુર, નિશાંત જેવી ઘણી યાદગાર ફિલ્મો આપી.

73 વર્ષીય પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 15 ડિસેમ્બર 2024 ના રોજ અવસાન સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં હૃદય સંબંધિત બીમારીની સારવાર દરમિયાન અવસાન થયું હતું.

મુનવ્વર રાણા મહાન શાયર હતા. તેઓ તેમની શાયરી અને ગઝલ દ્વારા તેઓ લાગણીઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતા હતા.

આમિર ખાનની દંગલમાં બબીતાનું બાળપણનું પાત્ર ભજવનાર સુહાની ભટનાગરનું માત્ર 19 વર્ષની વયે ડર્માટોમાયોસિટિસના કારણે અવસાન થયું હતું. જ્યારે દંગલ આવી ત્યારે સુહાની માત્ર 8 વર્ષની હતી.

'બનેગી અપની બાત' અને 'દિયા ઔર બાતી હમ' જેવા શૉમાં કામ કરનાર ટેલિવિઝન અભિનેતા ઋતુરાજ સિંહનું માત્ર 59 વર્ષની વયે આ વર્ષે ફેબ્રુઆરીમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હતું.

કસૌટી ઝિંદગી કીમાં પોતાના રોલ માટે પ્રખ્યાત વિકાસ સેઠીનું 48 વર્ષની વયે નિધન થયું છે. 8મી સપ્ટેમ્બરે વિકાસનું ઊંઘમાં જ હુમલો આવતા મૃત્યુ થયુ હતુ.

'બિહાર કોકિલા' તરીકે ઓળખાતા બિહારના પ્રખ્યાત સિંગર શારદા સિન્હાનું 71 વર્ષની વયે બ્લડ પોઇઝનિંગના કારણે અવસાન થયું હતું.

More Web Stories