HMPV સંક્રમણને લઈને કેન્દ્ર સરકારની એડવાઇઝરી.

કોરોના મહામારી બાદ ચીનમાં ફરીથી HMPV નામના વાયરસના કેસ સામે આવી રહ્યા છે.

ભારતમાં પણ આ વાયરસના 7 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે આ વાયરસથી બચવા માટે એક એડવાઈઝરી જારી કરી છે.

ખાંસી કે છીંકતી ખાતી વખતે તમારા મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુ પેપરથી ઢાંકો.

સાબુ ​​અને આલ્કોહોલ બેઇઝ્ડ સેનિટાઈઝરથી હાથ સાફ કરો.

કેન્દ્રએ નાગરિકોને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવાની પણ સલાહ આપી છે.

જે લોકોને સતત તાવ, ઉધરસ કે છીંક આવતી હોય તેઓએ જાહેર સ્થળોએ ન જવું જોઈએ.

ચેપના ફેલાવાને ઘટાડવા માટે રૂમમાં વેન્ટિલેશન પર ધ્યાન આપો.

જો તમે બીમાર હોવ તો ઘરમાં જ રહો, પુષ્કળ પાણી પીઓ અને પૌષ્ટિક ખોરાક લો.

ધ્યાનમાં રાખો કે ટિશ્યુ પેપર અને રૂમાલનો ફરીથી ઉપયોગ કરતા પહેલા અન્ય વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ થયો છે કે નહિ તે ચકાસી લો.

More Web Stories