આ એક કારણએ હર્ષા રિછારિયાને બનાવ્યા 'સાધ્વી'.
સાધ્વી હર્ષા રિછારિયા પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆતથી જ સમાચારમાં છે. મૂળ ભોપાલ, મધ્યપ્રદેશના હર્ષાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ધાર્મિક પ્રચારના માર્ગે ચાલી રહેલા હર્ષા કહે છે કે, 'હું બે વર્ષ પહેલા મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરીને મળી હતી'.
જ્યારે હર્ષા રિછારિયાને પૂછવામાં આવ્યું કે તેઓએ સાધ્વી બનવાનો માર્ગ કેમ પસંદ કર્યો? તો તેમણે જવાબ આપ્યો કે....
એક ઇન્ટરવ્યુમાં હર્ષાએ કહ્યું કે, 'હું શાંતિની શોધમાં આ રસ્તે ચાલી રહી છું. હું ઉત્તરાખંડથી આવી છું અને મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી મહારાજની શિષ્ય છું'.
ઉત્તરાખંડની રહેવાસી હર્ષા રિછારિયાએ કહ્યું કે, 'હું પોતાને સાધ્વી નથી માનતી. મીડિયાએ મને આ નામ આપ્યું છે'.
હર્ષા રિછારિયા નિરંજની અખાડા સાથે જોડાયેલા છે અને સાધ્વીના માર્ગે ચાલી રહ્યા છે. પરંતુ તેમને હજુ સુધી તેમના ગુરુ પાસેથી દીક્ષા મળી નથી.
હર્ષા કહે છે કે મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી મહારાજના માર્ગદર્શન હેઠળ આવ્યા પછી, મારું જીવન બદલાઈ ગયું અને હું ધર્મની ઊંડાઈને સમજી રહી છું.