કેસર, હાફૂસ, રત્નાગીરી સહિત આ 15 પ્રકારની કેરીઓ છે ફેમસ.

કેસર: 1931માં જૂનાગઢના નવાબે સૌપ્રથમ આ કેરી ઉગાડી હતી અને 1934માં તેને કેસર નામ આપ્યું હતું.

હાફૂસ: વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી સૌથી મોંઘી આ કેરીનું ઉત્પાદન મુખ્યત્વે મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાત અને કર્ણાટકના કેટલાક ભાગમાં પણ થાય છે.

તોતાપુરી: પોપટની ચાંચ જેવી દેખાતી આ કેરીનું કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં વધુ ઉત્પાદન થાય છે. તે સ્વાદમાં ઓછી ગળી હોય છે.

લંગડો: વારાણસી અને ઉત્તરપ્રદેશમાં પાકતી આ કેરી સૌપ્રથમ એક લંગડા વ્યક્તિના બાગમાં ઉગી હતી આથી લંગડો નામ પડ્યું.

રત્નાગીરી: વજનમાં 150થી 300 ગ્રામની આ કેરી મહારાષ્ટ્રના રત્નાગીરી, દેવગઢ, રાયગઢ અને કોંકણમાં પાકે છે.

સિન્ધુરા: હની મેન્ગો તરીકે જાણીતી આ કેરી આખા દક્ષિણ ભારતમાં થાય છે. મોટેભાગે તેનો ઉપયોગ જામ અને જેલી બનાવવામાં થાય છે.

બંગનપલ્લી: આંધ્રપ્રદેશના કુન્નુરના બંગનપલ્લેમાં પાકતી આ કેરી હાફૂસ કરતાં સાઈઝમાં મોટી હોય છે.

ચોસા: બિહાર અને ઉત્તર ભારતમાં પ્રખ્યાત આ કેરીને 16મી સદીમાં શેર શાહ સૂરીએ પોતાના પ્રદેશમાં ઉગાડવાની શરૂઆત કરી હતી.

રસપુરી: કર્ણાટકના મૈસૂરમાં ઉત્પાદિત થતી આ કેરીને ભારતમાં કેરીઓની રાણી કહેવાય છે. યોગર્ટ, સ્મૂધી કે જામ બનાવવામાં વધુ ઉપયોગ થાય છે.

પાયરી: આ કેરીની છાલ રાતા રંગની હોય છે અને સ્વાદ ખાટો હોય છે.

હિમસાગર: 250-350 ગ્રામનું વજન ધરાવતી આ કેરી પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સ્પેશિયાલિટી છે.

નીલમ: સાઈઝમાં પ્રમાણમાં નાની આ કેરી ખાસ કરીને જૂન મહિનામાં જોવા મળે છે. દેશના દરેક ભાગમાં તેનું ઉત્પાદન થાય છે.

માલગોવા: 300-500 ગ્રામ વજન ધરાવતી આ કેરી આકારમાં ગોળ હોય છે.

માલદા: ચટણી બનાવવા માટે વપરાતી આ કેરીને બિહારમાં કેરીનો રાજા કહેવાય છે.

બદામ: મિઠાસની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશની આ કેરીનો કોઈ જ જવાબ નથી.

More Web Stories