ઓછા બજેટમાં ફરવાલાયક ભારતના ટોપ 10 ટુરિસ્ટ પ્લેસ.

કસોલ: હિમાચલ પ્રદેશની પહાડીઓમાં 1640 મીટરની ઊંચાઈએ આવેલા કસોલને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે.

મસૂરી: પર્વતોની રાણી તરીકે જાણીતું આ હિલ સ્ટેશન દેહરાદૂનથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલું છે.

ગોવા: ખૂબ જ ઓછી કિંમતે તમે ગોવાના વર્લ્ડ ફેમસ બીચ પર ફરી શકો છો.

અલવર: રાજસ્થાનમાં અરવલ્લીની પહાડીઓની મધ્યમાં આવેલું અલવર ખૂબ જ સુંદર ટુરિસ્ટ પ્લેસ છે.

કૂર્ગ: કર્ણાટકમાં સ્થિત કુર્ગને કોડાગુ તરીકે ઓળખવામાં આવે છે. જે ભારતના સ્કોટલેન્ડ તરીકે પણ જાણીતું છે.

હવા મહેલ: જયપુર સ્થિત આ મહેલ 1799 માં મહારાજા સવાઈ પ્રતાપ સિંહ દ્વારા લાલ અને ગુલાબી સેંડસ્ટોનમાંથી બનાવવામાં આવ્યો છે.

આગ્રાનો કિલ્લો: ખૂબ જ સુંદર આ કિલ્લાના બુર્જની બારીઓમાંથી તાજમહેલનો નજારો સ્પષ્ટ દેખાય છે. એવું કહેવાય છે કે શાહજહાંનું મૃત્યુ આ કિલ્લામાં જ થયું હતું.

કન્યાકુમારી: સનરાઈઝ અને સનસેટ જોવા માટે સૌથી બેસ્ટ આ જગ્યા એક ટુરિસ્ટ પ્લેસની સાથે સુંદર તીર્થસ્થાન પણ છે.

દાર્જિલિંગ: ચા ઉપરાંત હિમાલયન રેલ્વે માટે જાણીતું આ હિલ સ્ટેશન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે.

ભુવનેશ્વર: ટેમ્પલ સિટી તરીકે ઓળખાતું આ સીટી ઓડિશાની રાજધાની છે.

More Web Stories