હકીકત નહીં કલ્પના છે આ સુંદરીઓ, વિશ્વનો સૌપ્રથમ AI બ્યુટી કોન્ટેસ્ટ, જાણો ભારત તરફથી કોણ.
ફેનવ્યુ વર્લ્ડ AI ક્રિએટર એવોર્ડ્સે પ્રથમ મિસ એઆઈ એવોર્ડ માટે તેના ટોપ 10 શોર્ટ લિસ્ટની જાહેરાત કરી.
આ કોન્ટેસ્ટમાં દુનિયાભરથી 1500 થી વધુ AI મોડેલ્સએ ભાગ લીધો હતો, જીતનારને 11 લાખનું ઈનામ મળશે.
ઓલિવિયા (પોર્ટુગલ): તેની ખાસિયત એ છે કે તેને દુનિયાભરમાં ફરવાનું પસંદ છે.
લાલીના (ફ્રાંસ): વાસ્તવિકતામાં વિશ્વાસ રાખનારી છોકરી તરીકે તેને ઓળખવામાં આવે છે.
કેન્ઝા લ્યાલી (મોરોક્કો): મોરોક્કોની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા કપડા પહેરતી કેન્ઝાને મહિલા સશક્તિકરણનું પ્રતિક માનવામાં આવે છે.
એલિઝા ખાન (બાંગ્લાદેશ): તેની ઓળખ એક પોઝીટીવ વિચારો ધરાવતી મહિલાની છે.
ઝારા શતાવરી (ભારત): તે એક એડવાન્સ મોડલ છે. તેની ઓળખ સંસ્કૃતિ, ટેકનોલોજી અને શિક્ષણના પ્રમોટર તરીકે કરવામાં આવી છે.
અસીના ઈલિક (તૂર્કી): અસિના એક સશક્ત મહિલા છે. તે પોતાની અંદાજથી લોકોને પોઝીટીવ રાખે છે.
સીરીન (તૂર્કી): તુર્કીથી અન્ય એક AI મોડેલ સીરીન એક બબલી મોડેલ છે, જે શાંતિને પ્રોત્સાહન આપે છે.
એની કેર્ડી (ફ્રાંસ): આ મોડેલ ઓળખ પર્યાવરણ પ્રેમી તરીકે છે, જે પર્યાવરણને પ્રોત્સાહન આપે છે.
આયાના રેઈન્બો (રોમાનિયા): બબલી મોડલ તરીકે ઓળખાતી આયાનાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
એલિયા લૂ (બ્રાઝિલ): તેને ઇન્ટરનેટ પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.