આ ચાર બીમારીઓમાં બાજરાના રોટલા ન ખાવા જોઈએ!.
શિયાળામાં લોકો બાજરાનો ઉપયોગ વધુ કરતા હોય છે, તેમજ બાજરામાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
બાજરીનો રોટલો પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ તેમ છતાં કેટલીક બીમારીઓમાં તેનું સેવન ન કરવું જોઈએ.
બાજરીમાં પોટેશિયમ, ફોસ્ફરસ અને ઓક્સલેટની માત્રા વધુ હોય છે. કિડનીની સમસ્યાવાળા દર્દીઓ માટે આ તત્વો હાનિકારક હોઈ શકે છે.
બાજરીમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટસ હોવાથી તેના કારણે બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ બાજરીનું સેવન ન કરવું જોઈએ.
જે લોકોને ગેસ કે અપચો જેવી સમસ્યા હોય તેમણે બાજરીના રોટલાનું સેવન ન કરવું જોઈએ. તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જે સમસ્યાને વધારી શકે છે.
બાજરીમાં ગોઈટ્રોજેનિક તત્વો હોય છે. આ થાઇરોઇડ હોર્મોનનું લેવલ બગાડે છે, જેથી દર્દીને તકલીફ થઈ શકે છે.