લાંબા, જાડા અને મજબૂત વાળ કોને ન ગમે! વાળની યોગ્ય કાળજી અને કેટલાક ઘરગથ્થુ ઉપાયોથી આપણે સરળતાથી લાંબા વાળ મેળવી શકીએ છીએ.
જો તમે પણ તમારા વાળને ઝડપથી વધવા માંગો છો, તો આ સરળ ટિપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે.
વાળના મૂળને મજબૂત કરવા માટે, અઠવાડિયામાં બે વાર નાળિયેર, ઓલિવ અથવા બદામના તેલથી સ્કેલ્પમાં માલિશ કરો. જેથી બ્લડ સક્યુલેશન ઝડપથી થશે અને વાળ ઝડપથી વધે છે.
ડુંગળીનો રસ સ્કેલ્પમાં લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે અને વાળ ઓછા ખરે છે. ડુંગળીના રસને વાળના મૂળમાં લગાવો અને 30 મિનિટ પછી ધોઈ લો.
વાળને વિનેગર વોશ આપવાથી તેમનું પીએચ જળવાઈ રહે છે અને તે વાળના ગ્રોથમાં મદદ કરે છે.
ઈંડામાં પ્રોટીન હોય છે, આથી તેને 20-30 મિનિટ માટે માથામાં નાખતા વાળને પોષણ મળે છે.
દર બે-ત્રણ મહિને વાળને ટ્રીમ કરાવવા જોઈએ જેથી સ્પ્લીટ એન્ડ્સ કપાઈ જતા વાળ ઝડપથી વધે છે.
વાળને અંદરથી હાઇડ્રેટ રાખવા માટે દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવો, તેનાથી વાળ સ્વસ્થ અને ચમકદાર બને છે (આ ઉપાયો અજમાવતા પહેલા હેર સ્પેશિયલિસ્ટની સલાહ અવશ્ય લેવી).