વ્હાઈટ ટી..., બટર ટી... 'વિશ્વ ચા દિવસ' પર જાણો અવનવી આ ચા વિશે.
ગ્રીન ટી: ચીન અને ભારતમાં જોવા મળતી આ ચા કેમેલીયા સિનેન્સિસના પાંદડામાંથી બનાવવામાં આવે છે.
મસાલા ટી: ભારતની સૌથી લોકપ્રિય આ ચા દૂધ, ખાંડ, ચાના પાન, તજ, વરિયાળી અને કાળા મરી જેવા મસાલા નાખીને બનાવવામાં આવે છે.
બટર ટી: તિબેટ અને નેપાળમાં પો ચા તરીકે પણ ઓળખાતી આ ચા માખણ, ચા અને પાણીથી બને છે.
કાશ્મીરી કાહવા: કાશ્મીર ખીણની મસાલેદાર આ લીલી ચામાં કેસર, બદામ અને પિસ્તાનો પણ ઉપયોગ થાય છે.
નૂન ટી: કાશ્મીર ખીણની શીર ચા તરીકે ઓળખાતી આ ચાને લીલી ચાના પાન, દૂધ, મીઠું અને ખાવાનો સોડા નાખીને બનાવવામાં આવે છે.
નીલગીરી ટી: તમિલનાડુની નીલગિરી પહાડીઓની આ ચાને બ્લુ માઉન્ટેન ટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દાર્જિલિંગ ટી: પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લામાં ઉગતા કેમેલીયા સિનેન્સિસમાંથી આ રિફ્રેશિંગ ચા બનાવવામાં આવે છે.
વ્હાઈટ ટી: કેમેલીયા સિનેન્સીસથી બનેલી આછા પીળા કે આછા લીલા રંગની આ ચા સ્વાદે સહેજ મીઠી હોય છે.
ઓલોંગ ટી: કેમેલિયા સિનેન્સિસ પ્લાન્ટમાંથી બનેલી આ ઓક્સિડાઇઝ્ડ ટી ભારત, ચીન અને હોંગકોંગમાં લોકપ્રિય છે.
બ્લેક ટી: એક કપમાં લગભગ 42 મિલિગ્રામ કેફીન ધરાવતી આ ચા વધુ ઓક્સિડાઇઝ્ડ હોય છે.
યેલો ટી: ચાઇનીઝ ચા તરીકે ઓળખાતી આ ચામાં મધ્યમ માત્રામાં કેફીન હોય છે.
લેમનગ્રાસ ટી: સ્વાદમાં સહેજ ખાટી આ ચા ફ્રેશ લેમનગ્રાસ પાનથી બનાવવામાં આવે છે.
ઈરાની ટી: ભારત અને પાકિસ્તાનમાં લોકપ્રિય આ ચા આસામની ચા સાથે બનાવવામાં આવે છે અને તેનો ફ્લેવર સ્ટ્રોંગ હોય છે.
તંદૂરી ટી: માટીના કુલ્લડમાં પીરસવામાં આવતી આ ચાનો સ્વાદ સ્મોકી હોય છે.
કાંગરા ટી: હિમાચલ પ્રદેશના કાંગડા પ્રદેશમાં ઉગાડવામાં આવતી આ ચા ખૂબ જ લાઈટ અને રિફ્રેશિંગ હોય છે.
કેમામાઈલ ટી: કેમોલી ફૂલોથી બનાવવામાં આવે આવતી આ ચા તાજગી આપે છે.