વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી કાર.
10. Bugatti Divo: ફ્રેન્ચ હાઇપરકાર નિર્માતાનું ક્રાઉન જ્વેલ કહી શકાય તેવી આ કારની કિંમત ₹49.99 કરોડ છે.
9. Pagani Huayra Codalunga: 1960ની કાર રેસમાં જોવા મળેલી લોંગ ટેઈલ ડીઝાઇનથી આ કારની પ્રેરણા લેવામાં આવી હતી, તેની કિંમત ₹61.63 કરોડ છે.
8. Mercedes Maybach Exelero: 351 કિમી/કલાક (218 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે ચાલતી આ કારની કિંમત ₹66.65 કરોડ છે.
7. Bugatti Centodieci: બુગાટીના 110-વર્ષના વારસાને ટ્રીબ્યુટ આપતી આ કારની કિંમત ₹74.98 કરોડ છે.
6. Rolls Royce Sweptail: 1920 અને 1930ના દાયકાથી પ્રેરિત આ આઇકોનિક કારની કિંમત ₹108.31 કરોડ છે.
5. SP Automotive Chaos: ગ્રીક ઓટોમોટિવ ડિઝાઇનર સ્પાયરોસ પાનોપોલોસ દ્વારા બનાવેલી આ કારની કિંમત ₹119.98 કરોડ છે.
4. Pagani Zonda HP Barchetta: ઇટાલિયન કંપની પગાનીની લેમ્બોર્ગિની અને ફેરારીથી અલગ આ કારની કિંમત ₹146.64 કરોડ છે.
3. Bugatti La Voiture Noire: 2019 જીનીવા મોટર શોમાં રજૂ કરવામાં આવેલો આ કારની કિંમત ₹155.80 કરોડ છે.
2. Rolls Royce Boat Tail: 1920 અને 1930 ના દાયકાની યાટ્સમાંથી પ્રેરણા લઈને બનાવેલી આ કારની કિંમત ₹233.28 કરોડ છે.
1. Rolls-Royce La Rose Noire Droptail: ફ્રાન્સમાં જોવા મળતી આ કારનો કલર ગુલાબની પાંખડીથી પ્રેરિત છે, તેની કિંમત ₹249.48 કરોડ છે.