ઉડતા ઉડતા હવામાં ઊંઘી શકે છે આ પક્ષીઓ!.
આ દુનિયામાં કેટલાક એવા પક્ષીઓ પણ છે જે વખતે રોકાયા વગર જ વિશાળ અંતર કાપવા માટે ઉડતા ઉડતા જ ઊંઘવાની ક્ષમતા ધરાવે છે.
અલ્બાટ્રોસ: મહિનાઓ સુધી મહાસાગરો પર ઉડતા આ પક્ષીઓ આરામ કરવા માટે પોતાનું સંતુલન અને જાગૃતિ ગુમાવ્યા વગર હવામાં જ ઊંઘી શકે છે.
આર્કટિક ટર્ન: આર્કટિકથી એન્ટાર્કટિકા સુધીની મુસાફરી કરતુ આ પક્ષી પ્રવાસ દરમિયાન જ ઉડતી વખતે નિદ્રા લઈ શકે છે.
બાર-ટેલ્ડ ગોડવિટ: નોન સ્ટોપ માઈગ્રેશન માટે જાણીતું આ પક્ષી ઉડતી વખતે માઇક્રો-સ્લીપ પર આધાર રાખે છે. જેની મદદથી તે જમીનની જરૂર વગર 7,000 માઇલની મુસાફરી કરી શકે છે.
ફ્રિગેટબર્ડ: સમુદ્ર પર લાંબી ઉડાન માટે જાણીતું આ પક્ષી ગ્લાઈડિંગ કરતી વખતે ટૂંકા અંતરાલમાં સૂઈ જાય છે, જેથી લેન્ડિંગની જરૂર વગર જ તે લાંબા સમય સુધી ઉડી શકે છે.
ગ્રેટ સ્નાઈપ્સ: ગ્રેટ સ્નાઈપ્સ પણ થોડા દિવસોમાં હજારો માઈલનું અંતર કાપવા માટે નોન-સ્ટોપ ઉડી શકે છે. ઉડતી વખતે ટૂંકી નિદ્રા લઈને હવામાં પોતાની સ્પીડ જાળવી શકે છે.
નોર્ધન વ્હીટિયર્સ: ઉડાન વચ્ચે ઊંઘીને આ પક્ષી રણ અને મહાસાગરો સહિત વિશાળ ભૂપ્રદેશને પાર કરવાની ક્ષમતા ધરાવે છે.
સેન્ડપાઇપર: સેન્ડપાઈપરની કેટલીક પ્રજાતિઓ સ્થળાંતર દરમિયાન ઉડાનમાં થોડા સમય માટે આરામ કરવા સૂઈ જાય છે, જેથી હજારો માઇલ મુસાફરી કરવા તે સક્ષમ બની રહે.
સ્વોલો: ઉડતી વખતે ટૂંકી ઊંઘ લેવાથી આ પક્ષી લાંબુ અંતર કાપવા માટે સક્ષમ બને છે.