ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો.

વરસાદ આવતા જ સાથે ભેજના કારણે બફારો પણ વધતો જાય છે એવામાં ચોમાસામાં AC ચલાવવું કે નહિ એ પ્રશ્ન થતો હોય છે.

વરસાદની સિઝનમાં એસીનો ઉપયોગ કરી શકાય છે, પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ચોમાસામાં ભેજ વધુ હોવાથી ACને ડિહ્યુમિડિફાયર મોડ કે ડ્રાઈ મોડમાં ચલાવવું જોઈએ, જેથી ભેજનું પ્રમાણ ઘટાડી શકાય.

આ સિઝનમાં 24 ડિગ્રી સેલ્સિયસથી 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખવું જોઈએ, જેથી ACનો ઉપયોગ આરામદાયક અને પાવર સેવિંગનું કામ પણ કરે છે.

તેમજ ACનું નિયમિત મેઈન્ટેનન્સ પણ કરવું જરૂરી છે. તેના માટે ફિલ્ટરને નિયમિતપણે સાફ કરતા રહો અને જરૂરિયાત મુજબ બદલતા રહો.

AC સરખું કુલિંગ આપે તે માટે લીકેજ પણ ચેક કરતા રહો. લીકેજના કારણે પણ AC કુલિંગ નથી આપતું અને બિલ વધુ આવતું હોય છે.

ચોમાસા દરમિયાન જો ખૂબ જ ગરમી હોય તો તમે ફેન મોડમાં પણ AC ચલાવી શકો છો.

ફેન મોડમાં AC ચલાવવાથી AC કોમ્પ્રેસર ચાલતું નથી, જેના કારણે બહારનું પાણી ACથી અંદર આવશે નહિ.

More Web Stories