દુનિયાના 7 સૌથી મોંઘા ફૂલ, જેને ખરીદતા પહેલા અમીરો પણ કરે છે વિચાર.

ગ્લોરીઓસા: એશિયા અને દક્ષિણ આફ્રિકામાંથી ઉદ્ભવતા, આ લીલીની કિંમત પ્રતિ ફૂલ ₹500 થી ₹800 સુધીની છે.

લીલી ઓફ વેલી: આ નાજુક ફૂલની સુગંધ અને તેની દુર્લભતાને કારણે તેની કિંમત ₹ 1200 થી ₹ 4000 સુધીની છે. આ ફૂલો વસંતઋતુના અંતમાં થોડા અઠવાડિયા માટે જ ખીલે છે.

સેફ્રોન ક્રોકસઃ આ ફૂલમાંથી જ કેસર મળે છે. જેની કિંમત પ્રતિ પાઉન્ડ ₹1.2 લાખ સુધીની છે. કેસર બનાવવા માટે 80,000 ફૂલોમાંથી માત્ર 500 ગ્રામ કેસર તૈયાર થાય છે.

ગોલ્ડ ઓફ કિનાબાલુ ઓર્કિડ: આ ફૂલ માત્ર મલેશિયાના કિનાબાલુ નેશનલ પાર્કમાં જ જોવા મળે છે. આ એક ફૂલની કિંમત ₹ 5 લાખ છે. લીલા પાનમાં લાલ ટપકા આ ફૂલને સુંદર અને દુર્લભ બનાવે છે.

ટ્યૂલિપ બલ્બ: 17મી સદીમાં હોલેન્ડમાં "ટ્યૂલિપ મેનિયા" દરમિયાન, ટ્યૂલિપ બલ્બની કિંમત ₹47 લાખ પ્રતિ ફૂલ સુધી પહોંચી હતી.

શેનઝેન નોંગકે ઓર્કિડતેને વિકસાવવામાં કૃષિ વૈજ્ઞાનિકોને 8 વર્ષ લાગ્યા અને તેની ₹ 1.6 કરોડમાં હરાજી કરવામાં આવી. આ ઓર્કિડની ગણતરી અત્યંત દુર્લભ ફૂલોમાં થાય છે.

જુલિયટ રોઝ: આ ફૂલને વિકસાવવામાં લગભગ 15 વર્ષ જેટલો સમય લાગ્યો, તેમજ તેને ₹ 130 કરોડની કિંમતે વેંચવામાં આવ્યું હતું. આ સુંદર પીચ કલરનું ફૂલ આલ્કોહોલિક સુગંધ ધરાવે છે.

More Web Stories