વર્ષ 1970ના નવેમ્બરમાં બાંગ્લાદેશ (એ સમયનું પૂર્વ પાકિસ્તાન)માં આવેલું વાવાઝોડું 'ધ ગ્રેટ ભોલા' ઘણું ભયાનક હતું.

એક અહેવાલ મુજબ આ વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલું, જેમાં અંદાજે ત્રણથી પાંચ લાખ લોકોનાં મૃત્યુ થયાં.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી હતી પરંતુ ઘણા લોકોએ આશ્રય ન લીધો અને ઘણાને આશ્રય ન મળી શકતાં તારાજી સર્જાઈ હતી.

વાવાઝોડાની તીવ્રતાને લીધે સર્જાયેલા ભારે પવનો અને બચાવકામગીરીની અપૂરતી વ્યવસ્થા હોવાથી ભારે સંખ્યામાં મૃત્યુ થયાં હતાં.

યુનિવર્સિટી ઑફ રોડી ટાપુ અનુસાર તાઝુમુદ્દીન શહેરની કુલ 1.67 લાખની વસ્તીમાંથી 45 ટકા વસતિ મૃત્યુ પામી હતી.

આ વાવાઝોડું જ્યારે બાંગ્લાદેશના દરિયા કિનારે ટકરાયું ત્યારે 33 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા હતા.

આ વાવાઝોડાએ આશરે 36 લાખ લોકોને પ્રભાવિત કર્યા હતા, ચિટગાવ પાસે બનેલા 13 ટાપુ પર કોઈ જીવતું નહોતું બચ્યું.

બાંગ્લાદેશ હવામાન વિભાગ અનુસાર હાલના બાંગ્લાદેશમાં વિનાશ વેરનારું ઇતિહાસનું આ એક માત્ર ચક્રવાત નહોતું.

1991માં વાવાઝોડા ગોર્કીએ 1.40 લાખ લોકોનો ભોગ લીધો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં નુકસાન વધારે થયું હતું.

More Web Stories