ભારત જ નહીં આ દેશોમાં પણ ધામધૂમથી ઉજવાય છે દિવાળી.

ભારતમાં તો દિવાળીની ઉજવણી થાય છે પરંતુ એ સિવાય પણ એવા દેશો છે કે જ્યાંના લોકો દિવાળીનો તહેવાર ઉજવે છે.

નેપાળમાં દિવાળીને 'સ્વાંતિ' કહેવામાં આવે છે અને આ દિવસે લોકો પ્રાણીઓ અને પક્ષીઓની પૂજા કરે છે.

શ્રીલંકામાં તમિલ હિન્દુ સમુદાયના લોકો રહેતા હોવાથી ત્યાં પણ લોકો માટીના દીવા પ્રગટાવે છે અને દીપોત્સવનો તહેવાર ઉજવે છે.

અમેરિકામાં રહેતા લોકો તેમજ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી લઈને વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન પણ વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવે છે.

થાઈલેન્ડમાં દિવાળીને 'ક્રિઓંધ' કહેવામાં આવે છે. આ દિવસે કેળાના પાંદડામાંથી દીવા બનાવવામાં આવે છે, દીવા પ્રગટાવ્યા બાદ તેને નદીમાં મૂકી દેવામાં આવે છે.

ભારત ઉપરાંત મલેશિયા અને સિંગાપોરમાં પણ દિવાળીની અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવે છે.

બ્રિટનમાં ભારતીયોની સાથે અંગ્રેજો પણ આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ફટાકડા ફોડીને ઉજવે છે.

More Web Stories