દુનિયાનો એવો દેશ જે નહીં મનાવી શકે ન્યૂ યર! અહીં દર વર્ષે હોય છે '13 મહિના'.

વિશ્વના દરેક દેશને પોતાનું કેલેન્ડર છે. સામાન્ય રીતે તમામ કેલેન્ડરમાં માત્ર 12 મહિના હોય છે, પરંતુ આપણી ધરતી પર એક એવો દેશ છે જ્યાં વર્ષમાં 12 નહીં પરંતુ 13 મહિના હોય છે.

દુનિયામાં એક એવો દેશ છે જે 2025માં નવું વર્ષ ઉજવી શકશે નહીં અને તે દેશ છે આફ્રિકન દેશ ઈથોપિયા.

ઇથોપિયન કેલેન્ડર પ્રાચીન કોપ્ટિક કેલેન્ડર પર આધારિત હોવાથી તેમા 12 મહિનામાં 30 દિવસ હોય છે, તેમજ 5 અથવા 6 દિવસ સાથેનો વધારાનો મહિનો હોય છે, જેને 'પાગુમે' કહેવામાં આવે છે.

ઇથોપિયન નવું વર્ષ, જેને 'એન્કુટાશ' કહેવામાં આવે છે, તે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર 11 અથવા 12 ના રોજ ઉજવવામાં આવે છે, આથી તેમના કેલેન્ડરમાં 1 જાન્યુઆરીનો દિવસ સામાન્ય દિવસ હોય છે.

ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ, મહિનાઓના નામ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ વગેરે છે, પરંતુ ઇથોપિયન કેલેન્ડરમાં, જેને ગીઝ કેલેન્ડર કહેવામાં આવે છે, મહિનાઓના નામ સંપૂર્ણપણે અલગ અને અનન્ય છે.

ગીઝ કેલેન્ડરના 12 મુખ્ય મહિનાઓના નામ જોઈએ તો મેસ્કરેમ, ટેકમટ, હિદર, તહસાસ, તિર, યેકાટિત, મેગાબીટ, મિયાઝિયા, ગિનબોટ, સેન, હમલે, નેહાસે છે.

More Web Stories