2030 સુધીમાં ગાયબ થતા વિશ્વના આ 7 શહેરોમાં ભારતનું પણ છે નામ.

IPCCના 2021ના રિપોર્ટ પ્રમાણે કલાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસર વધવાથી 2030 સુધીમાં વિશ્વના ઘણા શહેરો ડૂબી શકે છે.

Intergovernmental Panel on Climate Change (IPCC) એ કલાઇમેટ ચેન્જ સંબંધિત સાયન્સનું મૂલ્યાંકન કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે.

એમ્સ્ટર્ડમ: નેધરલેન્ડનું આ સુંદર શહેર દરિયાની સપાટી વધવાને કારણે ગંભીર જોખમમાં છે, જો આમ જ પાણીનું સ્તર વધતું રહેશે તો 2030 સુધીમાં શહેર ડૂબી જશે.

વેનિસ: ઇટાલીનું આ શહેર દર વર્ષે 2 મિલીમીટર ડૂબી રહ્યું છે. જે વર્ષ 2030 સુધીમાં સંપૂર્ણપણે ડૂબી જવાનો ભય છે.

બેંગકોક: થાઈલેન્ડની રાજધાની પણ સૌથી ઝડપથી ડૂબતા શહેરોમાંથી એક છે, દરિયાની સપાટી ઉંચી આવતા 2030 સુધીમાં શહેરનો મોટો ભાગ પાણીમાં ડૂબી જશે.

હો ચી મિન્હ સિટી: વિયેતનામનું આ શહેર પણ વર્ષ 2030 સુધીમાં પાણીમાં ડૂબી શકે છે. આ શહેર હાલ ગંભીર ખતરાનો સામનો કરી રહ્યું છે.

ન્યૂ ઓર્લિયન્સ: અમેરિકાના આ શહેરના કેટલાક ભાગ દર વર્ષે લગભગ બે ઇંચના દરે ડૂબી રહ્યા છે, જેથી 2030 સુધીમાં આ શહેર પણ સંપૂર્ણપણે ડૂબી જવાનો ભય છે.

બસરા: ઈરાકનું આ શહેર પણ 2030 પહેલા આંશિક અથવા સંપૂર્ણ રીતે ડૂબી જશે.

કોલકાતા: IPCCના રિપોર્ટ મુજબ, 2030 સુધીમાં, કોલકાતાના મોટા ભાગોમાં ભારે પૂરની સંભાવના છે, જેથી શહેર સંપૂર્ણપણે ડૂબી શકે છે.

More Web Stories