વિદેશની આ જગ્યાએ જવા ન મળે તો ભારતના આ સ્થળો પર પહોંચી જાઓ.
વેનિસ ફ્લોટિંગ સિટી તરીકે ઓળખાય છે તો ઉદયપુરને સિટી ઓફ લેક કહેવાય છે.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ડેલહાઉસી નજીક આવેલું ખજ્જિયાર ભારતનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવાય છે.
કર્ણાટકનું કુર્ગ એટલે કે કોડાગુને તેની ઉત્કૃષ્ટ આબોહવાના કારણે ભારતના સ્કોટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
જોધપુરની જેમ મોરોક્કોના શેફચાઉએન શહેર પણ બ્લુ હોવાથી તેને મોરોક્કોનું જોધપુર ગણી શકાય છે.
ગોકર્ણ એ દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યના ઉત્તરા કન્નડ જિલ્લામાં સ્થિત એક નાનું મંદિર નગર છે, પરંતુ તેના બીચ માલદીવ્સ જેટલા જ સુંદર છે.
ગોવાના બીચ પણ પોર્ટુગલના બીચ જેટલા જ સુંદર છે.
ભારતના મનાલીના પર્વતો યુનાઇટેડ સ્ટેટ્સના અલાસ્કાના પર્વતો જેટલા જ સુંદર છે.