સ્લો સ્લાઇસિંગ - ચીનમાં આ પ્રથાને લિંગ ચિકેના નામથી ઓળખવામાં આવે છે. લોકોની સામે જ વ્યક્તિના શરીરના એક એક હિસ્સાને કાપીને શરીરથી અલગ કરવામાં આવે છે.
ડેથ બાય બોઇલિંગ - 1500 વર્ષ પહેલા બ્રિટનમાં સજા આપવાની આ પદ્ધતિ કાયદેસર હતી. અહીં અપરાધીઓને ઉકળતા પાણી કે તેલમાં જીવતા ફેંકી દેવામાં આવતા હતા.
ફ્લે - સજા આપવાની આ પદ્ધતિમાં અપરાધીના શરીર પરથી ચામડી ઉતારી લેવામાં આવે છે. મધ્યપૂર્વ અને આફ્રિકન દેશોમાં આ પ્રથાના પ્રમાણો પણ મળે છે.
ડેથ બાય બર્નિંગ - આ સજા અંતર્ગત માણસોને જીવતા સળગાવી દેવામાં આવતા. રોમ, ઈંગ્લેન્ડ અને અમેરિકામાં આવી સજાઓ અપાતી હોવાના પુરાવા મળ્યા છે.
બ્રેકિંગ વ્હીલ - અપરાધીઓને એક પૈડામાં ફસાવીને તેના શરીર પર સળગતા સળિયાથી ડામ અપાતા. મર્યા પછી અપરાધીના માથાને ચાર રસ્તે ટિંગાડવામાં આવતું, શરીરનો બાકીનો ભાગ જાનવરોને ખાવા માટે છોડી દેવામાં આવતો.
ક્રૂસફિક્શન - આ સજાના પુરાવા છઠ્ઠી સદી ઈસવીસન પૂર્વેથી મળતા આવે છે. જીવતા માણસને શૂળી પર ત્યાં સુધી લટકાવી રાખવામાં આવે છે, જ્યાં સુધી તેનુ મોત ન થઈ જાય.
ક્રશિંગ - કેટલીય ફિલ્મોમાં અપરાધીઓને હાથીના પગ નીચે કચડાવી દેવાના આદેશ આપતા જોઈ શકાય છે. આ પ્રથા આખા એશિયામાં સૌથી વધારે પ્રચલિત હતી.
ઈમ્પેલમેન્ટ - આખા યુરોપમાં આ પદ્ધતિનું પ્રચલન હતું, શરીરના અત્યંત નાજુક હિસ્સા જેવા કે લિંગ વગેરેમાં ગરમ સળિયાથી છેદ કરવાની પ્રથાને સૌથી ક્રૂર માનવામાં આવે છે.
ડિસેમ્બાઉલમેન્ટ - આ સજામાં અંતર્ગત અપરાધીના પેટને ચીરીને તેમાંથી એક એક અંગને કાઢવામાં આવે છે. ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમ અને જાપાનમાં આ પદ્ધતિ ખાસ્સી ચલણમાં હતી.
સૉ - આ સજામાં વ્યક્તિને માથાના બળે ટિંગાડી દેવામાં આવતો. આ પછી માણસના શરીરના બે ટુકડા કરવામાં આવતા, જેથી વધુને વધુ બ્લીડિંગના કારણે વ્યક્તિ તરફડીને મરી જતો.