દુનિયાના એવા 10 ખતરનાક એરપોર્ટ કે જ્યાં અટકી જાય છે પાઈલટના શ્વાસ.

કોર્ટચેવેલ એરપોર્ટ, ફ્રાન્સ: 537 મીટરની લંબાઈ સાથે તે વિશ્વનું સૌથી ટૂંકો રન-વે ધરાવતું એરપોર્ટ હોવાનું કહેવાય છે.

લુક્લા એરપોર્ટ, નેપાળ: 8,000 ફૂટની ઉંચાઈ પર આવેલા આ એરપોર્ટના રન-વેની ઉત્તરે શિખરો અને દક્ષિણમાં 600 મીટર ઊંડી ખીણ છે.

ટોનકોન્ટિન ઇન્ટરનેશનલ એરપોર્ટ, હોન્ડુરાસ: પેસેન્જર અને મિલિટરી બંને ફ્લાઈટ્સ ઓપરેટ કરતું આ એરપોર્ટ પહાડી વિસ્તારમાં છે.

બારા ઇન્ટરનેશનલ એરપોર્ટ, સ્કોટલેન્ડ: સ્કોટલેન્ડમાં બારા ટાપુપર આવેલું આ વિશ્વનું એકમાત્ર એરપોર્ટ જે રન-વે તરીકે બીચનો ઉપયોગ કરે છે.

અગાતી એરોડ્રોમ, લક્ષદ્વીપ: એકમાત્ર એરપોર્ટ કે જે 36 સ્થાનિક ભારતીય પ્રવાસી ટાપુઓને સેવા આપે છે, પાણીની વચ્ચે માત્ર 4000 ફૂટની લંબાઈ ધરાવતો તેનો રન-વે છે.

ડોન મુઆંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બેંગકોક: બે ગોલ્ફ કોર્સની વચ્ચે આવેલું હોવાથી આ એરપોર્ટ જોખમી છે.

વેલિંગ્ટન ઈન્ટરનેશનલ એરપોર્ટ, ન્યુઝીલેન્ડ: આ એરપોર્ટની બંને બાજુએ પાણી છે તેમજ તેનો રન-વે માત્ર 6351 ફૂટનો છે.

કંસાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, જાપાન: 4 કિમી લાંબા અને 2.5 કિમી પહોળા એક કૃત્રિમ ટાપુ પર બનેલા આ એરપોર્ટ પર ભૂકંપ, ગ્લોબલ વોર્મિંગ અને વાવઝોડાનો ખરતો રહે છે.

જીબ્રાલ્ટર એરપોર્ટ, બ્રિટન: આ એરપોર્ટનો રનવે વિન્સ્ટન ચર્ચિલ એવન્યુમાંથી પસાર થાય છે, જેથી જ્યારે પણ પ્લેન ટેક ઓફ કરે છે ત્યારે વાહનોને રોકવા પડે છે.

પ્રિન્સેસ જુલિયાના ઇન્ટરનેશનલ એરપોર્ટ, સેન્ટ માર્ટિન: અહીં લેન્ડિંગ કરતા પહેલા પ્લેને દરિયા કિનારે અને રસ્તા પરથી ખૂબ જ ઓછી ઉંચાઈ પર ઉડવું પડે છે.

More Web Stories