ન્યુ જર્સીના જેફ લેંગહામે દાઢીમાં સૌથી વધુ ટૂથપીક્સ ફસાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેણે દાઢીમાં 3,157 ટૂથપીક્સ માત્ર 3.5 કલાકમાં દાખલ કરી રેકોર્ડ તોડ્યો હતો.

ચીનના વેઈ શેંગચુએ 2188 સોય વડે પોતાના ચહેરાને વીંધ્યો હતો. 2013માં તેણે આ અજીબોગરીબ સિદ્ધિ હાંસલ કરી હતી, જે આજે પણ તેના જ નામે છે.

અમેરિકાના ચાર્લ્સ ઓસબોર્નના નામે સૌથી લાંબા સમય સુધી હેડકી લેવાનો રેકોર્ડ છે. તેને 1922માં હેડકી આવવાની શરૂ થઈ હતી, જે ફેબ્રુઆરી 1990 સુધી ચાલી હતી.

ફકીર ઝ્ડેનેક ઝહરાદકા નામના વ્યક્તિને 10 દિવસ સુધી લાકડાની શબપેટીમાં જીવતો દફનાવવામાં આવ્યો. તેણે શ્વાસ લેવા માટે માત્ર વેન્ટિલેશન પાઇપનો સહારો લીધો અને શબપેટીમાં ખોરાક-પાણી વિના જીવતો રહ્યો.

લાસ વેગાસના કલાકાર એન્ડ્રુ સ્ટેન્ટને નાકમાં સૌથી લાંબી ધાતુની કોઇલ નાખી તેને બહાર કાઢવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે સૌ પ્રથમ 363 સે.મી.નો લોખંડનો ટુકડો લીધો અને તેને નાકની અંદર નાખ્યો અને બહાર કાઢ્યો.

તુર્કીના ઇલ્કર યિલમાઝે આંખોથી વિચિત્ર ગિનિસ બુક રેકોર્ડ બનાવ્યો હતો. તેણે પોતાની આંખોમાંથી દૂધ કાઢ્યું હતું. તેણે નસકોરા વાટે દૂધ નાકમાં લઈ તેને આંખોથી 2.8 મીટર સુધી છાંટ્યું હતું.

આંધ્ર પ્રદેશની 4 મહિનાની બાળકી કેવલ્યાએ 120 જૂદી જૂદી વસ્તુઓને ઓળખી રેકોર્ડ બનાવ્યો છે. તે પક્ષીઓથી લઈને શાકભાજી અને પ્રાણીઓને આસાનીથી ઓળખી લે છે.

આ સિવાય નાગપુરની જ્યોતિનું સૌથી નીચા કદની મહિલા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું ટીવી પર સૌથી લાંબા ચાલનારા શો તરીકે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ શામેલ છે.

More Web Stories