21મી મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસ હતો, ત્યારે આજે દુનિયાની કેટલીક સૌથી મોંઘી ચા વિશે વાત કરીએ.
ચીનની ડા હોંગ પાઓ દુનિયાની સૌથી મોંઘી ચા છે, આ ચાની કિંમત સાડા આઠ કરોડ રૂપિયે કિલો છે, તેને સંજીવની બુટી પણ કહેવાય છે.
વિશ્વની બીજા નંબરની સૌથી મોંઘી ચા ચીનની પાંડા ડંગ છે. પાંડા ડંગ ચાનો એક કપ અંદાજે 14 હજાર રૂપિયાનો છે.
સિંગાપુરની યલો ગોલ્ડ ટી બડ્સ ચાનાં પાંદડાં પીળા હોય છે, ચીનના સમ્રાટોની ચા તરીકે પણ તે જાણીતી છે. તેની કિંમત લગભગ 6 લાખ રૂપિયે કિલો છે.
તેગુઆનઈન ચાનો સ્વાદ જુદો છે. આ ચાની પત્તીથી સાત વાર ચા બન્યા પછી પણ તે એનો સ્વાદ જાળવી રાખે છે. એની કિંમત 21 લાખ રૂપિયા છે.
વિન્ટેજ નાર્કિસસ નામ ચા ચીન સાથે જોડાયેલી છે. હાલમાં આ ચા નથી જોવા મળતી. છેલ્લે જ્યારે તે વેચાઈ ત્યારે કિંમત એક કિલોના 5 લાખ રૂપિયા હતી.
પીજી ટિપ્સ ડાયમંડ નામની ચા બ્રિટિશ ચાની કંપની પીજી ટિપ્સના સ્થાપકના 75મા જન્મદિવસે તૈયાર કરાઈ. એની કિંમત એક કિલોના 9 લાખ રૂપિયા છે.
ભારતની સૌથી મોંઘી ચાનું નામ સિલ્વર ટિપ્સ ઈમ્પીરિયલ છે, એના પાંદડાં પૂનમની રાત્રે જ તોડાય છે. આ ચા 1.50 લાખ રૂપિયે કિલોના ભાવે વેચાઈ હતી.