આજથી દસ વર્ષ પહેલાં ચીનમાં બનેલી આ ઈમારતમાં હાલમાં 30 હજાર લોકો રહે છે.

ચીનના હેંગ્ઝોઉમાં આવેલા આ એપાર્ટમેન્ટનું નામ ધ રીજેન્ટ ઈન્ટરનેશનલ એપાર્ટમેન્ટ છે.

36 માળની આ બિલ્ડિંગનું 2013માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં હાલમાં રહેતી વસ્તીથી એક નાનકડું શહેર ઉભું થઈ જાય.

એક સમયે આ ઈમારત હોટલ હતી, જેનું એપાર્ટમેન્ટમાં રૂપાંતરણ કરી દેવામાં આવ્યું.

આ બિલ્ડિંગ 206 મીટર ઉંચી છે, જેમાં ઘણા બધા પ્રકારની ફેસિલિટી પણ આપવામાં આવી છે.

બિલ્ડિંગમાં ફૂડ કોર્ટ, સ્વિમિંગ પૂલ, સલૂન, સુપરમાર્કેટ અને સાયબર કાફે પણ આવેલું છે.

આ બિલ્ડિંગમાં રહેતા લોકોને કોઈ પણ ચીજ-વસ્તુ માટે બહાર જવાની જરૂર નથી પડતી.

બિલ્ડિંગ પોતાની આકર્ષક ડિઝાઈનના કારણે પણ ચર્ચામાં છે, બિલ્ડિંગમાં મોટાભાગે યુવાનો રહે છે.

More Web Stories