બે દેશોની વચ્ચે આવેલી હોટલ, ત્રણ દેશોનું ત્રિકોણીય ટેબલ સહિતની વિશ્વની ચિત્ર-વિચિત્ર બોર્ડર.
સ્વિટ્ઝર્લેન્ડ-ફ્રાન્સ: હોટલ અબૅઝનો એક ભાગ સ્વિટ્ઝર્લેન્ડમાં તો બીજો ફ્રાન્સમાં છે. બંને દેશોની બોર્ડર હોટલના હનીમૂન સ્યૂટની વચ્ચે આવેલી છે.
સ્પેન- પોર્ટુગલ: બંને દેશોને જોડતો 10.4 ફીટનો એક બ્રિજ છે. તેમજ 1200 કિમી લાંબી બોર્ડરને પાર કરવા સ્પેનના એક વિસ્તારમાંથી ઝીપ લાઈનનો પણ ઉપયોગ થાય છે.
ફિનલેન્ડ-રોવેનીમી: રોવેનીમીને સાંતા ક્લોઝનું ઘર માનવામાં આવે છે. અહીં, આવેલી આર્કટિક સર્કલની સરહદ પર ફક્ત એક સફેદ પટ્ટો મારવામાં આવ્યો છે, જે સ્નો પડયા બાદ જોઈ શકાતો નથી.
પેનોન ડી વેલેઝ ડે લા ગોમેરા, સ્પેન: આ સૌથી નાના સ્પેનિશ પ્રદેશમાં 60 સ્પેનિશ સૈનિકો રહે છે. સ્પેનના આ પ્રદેશ અને મોરક્કો વચ્ચે 89 મીટર લાંબી બોર્ડર છે.
સ્લોવેકિયા-ઓસ્ટ્રિયા-હંગેરી : આ ત્રણ દેશો વચ્ચેની બોર્ડર પર એક ત્રિકોણાકાર ટેબલ છે જ્યાં ત્રણેય દેશના નાગરિકો બેસીને સાથે ચા પી શકે છે.
નેપાળ-ચીન: બંને દેશની વચ્ચે 1414 કિમીની બોર્ડર છે, જે વિશ્વની સૌથી ઊંચી બોર્ડર છે.
સેન મેરિનો-ઈટાલી: પોર્ટુગલ અને ઈટાલી વચ્ચેની આ બોર્ડરને પથ્થરો અને વાડથી ચિન્હિત કરવામાં આવી છે.
સાઉથ-નોર્થ કોરિયા: ડિમિલિટરાઈઝડ ઝોન 250 કિમી લાંબી જમીનની પટ્ટી છે. 1953માં કોરિયન યુદ્ધો અંત લાવવા સાઉથ અને નોર્થ કોરિયા વચ્ચે બનાવવામાં આવી છે.
સાઉથ આફ્રિકા-લેસોથો: લેસોથો અને સાઉથ આફ્રિકા વચ્ચેની સરહદ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.
હૈતી ડોમિનિકન રિપબ્લિક: વિશ્વની સૌથી ખતરનાક આ બોર્ડરનો ઉપયોગ સૌથી ગરીબ હૈતી અને સમૃદ્ધ ડોમિનિકન રિપબ્લિકની આર્થિક અસમાનતાને કારણે ગેરકાયદેસર પ્રવેશ માટે કરે છે.