ઈટાલીના વિગાનેલ્લા ગામમાં સતત ત્રણ મહિના સુધી સૂરજ દાદા દેખા નથી દેતા.
જો કે અહિંના લોકોએ સૂઝ બૂઝ વાપરી કરોડોના ખર્ચે કૃત્રિમ સૂર્ય બનાવ્યો.
ઈટાલીનું વિગાનેલ્લા ગામ ચારેબાજુ પહાડોથી ઘેરાયેલું છે.
આ જ કારણે અહીં નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના એટલે કે 90 દિવસ સુધી સૂર્યપ્રકાશ નથી આવતો.
ગામમાં રહેતા એક આર્કિટેક્ટ અને એન્જિનિયરે મેયરની મદદથી આર્ટિફિશિયલ સૂર્ય બનાવ્યો.
વર્ષ 2006માં આ સૂર્ય બનાવતા 1 લાખ યુરો એટલે કે 9 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો.
8X5 મીટરની સોલિડ શીટથી આ ગામને આર્ટિફિશિયલ સૂર્ય મળ્યો. હવે લોકોને દિવસના 6 કલાક પ્રકાશ મળે છે.
આ આર્ટિફિશિયલ સૂર્યમાં પ્રકાશને નીચેની તરફ પ્રતિબિંબિત કરવા માટે મોટા અરીસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.