બ્રાઝિલના ઈલ્હા દા ક્વિમાડા ગ્રાન્ડે ટાપુ પર તમને ડગલે ને પગલે સાપ જોવા મળશે.
અહીં દર દસ ફૂટ જગ્યામાં તમને પાંચ સાપ જોવા મળશે, આ ટાપુ સાઓ પાઉલોથી 90 માઈલ દૂર છે.
આ પૃથ્વી પરની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ગોલ્ડન લાન્સહેડ સાપ જોવા મળે છે, સાપની આ પ્રજાતિ ખતરનાક છે.
બ્રાઝિલનું નૌકાદળ નક્કી કરે છે કે આ ટાપુની મુલાકાત લેવાની મંજૂરી આપવી કે ન આપવી.
જો કે, કેટલાક વૈજ્ઞાનિકો અને નૌકાદળના અધિકારીઓ ટાપુની મુલાકાત લઈ શકે છે.
અહીં ખતરનાક સાપોની વસ્તી એટલી બધી છે કે પક્ષીઓ પણ અહીં આવતા ડરે છે.
જો કે ઘણીવાર પક્ષીઓને આરામ કરવા આ સ્થળે રોકાવું પડે છે અને સાપ માટે ભોજનની વ્યવસ્થા થઇ જાય છે.
ગોલ્ડન લેન્સહેડનું ઝેર સૌથી ઘાતક છે, તેથી તે વૈજ્ઞાનિકો અને શિકારીઓના નિશાના પર પણ છે.
શિકારીઓ તેમને પકડે છે, જેથી તેમને ગેરકાયદેસર બજારોમાં વેચી શકાય.
ખતરનાક ઝેરી સાપોથી આ ટાપુ ઊભરાય છે, તેથી તેની મુલાકાત લેવાનો વિચાર માત્ર પણ આવતો હોય તો ટાળી દેજો.