સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને ગ્રેટ બુદ્ધા ઓફ થાઈલેન્ડઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓ.
ગ્રેટ બુદ્ધા ઓફ થાઈલેન્ડ (92 મીટર): 92 મીટરની ઉંચાઈ અને 63 મીટરની પહોળાઈ ધરાવી આ પ્રતિમાને બનાવવામાં 18 વર્ષ લાગ્યા હતા.
'મધર ઓફ ઓલ એશિયા' ફિલિપાઈન્સ (98.15 મીટર): વર્જિન મેરીની આ પ્રતિમા ફિલિપાઈન્સના બટાંગાસ શહેરમાં આવેલી છે.
ગુઈશાન ગુઆનીન, ચીન (99 મીટર): હજાર હાથ અને આંખોની પ્રતિમાને ચીનના વેઈશાનમાં ચાન બૌદ્ધ મંદિરમાં આવેલી છે.
ઉશિકુ દૈબુત્સુ, જાપાન (100 મીટર): 1993માં નિર્માણ થયેલી 4000 ટનની આ બુદ્ધની પ્રતિમા 15 વર્ષ સુધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા રહી હતી.
વિશ્વાસ સ્વરૂપમ, નાથદ્વારા (109 મીટર): 'સ્ટેચ્યુ ઓફ બિલીફ' તરીકે ઓળખાતી ભગવાન શિવની આ તાંબાની કોટેડ ક્રોર્કિટ પ્રતિમા 2020માં બની હતી.
લેક્યુન સેક્યા, મ્યાનમાર (115.8 મીટર): આ પ્રતિમા મ્યાનમારના ખાટાકન તાઉંગ ગામમાં એક મોટા પ્લેટફોર્મ પર બિરાજમાન છે.
સ્પિંગ ટેમ્પલ બુદ્ધા, ચીન (128 મીટર): ચીનમાં આવેલી આ પ્રતિમા 2008માં બની હતી. તે દસ વર્ષ સુધી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા રહી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી (182 મીટર): ભારતના પહેલા નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતના કેવડિયામાં આવેલી છે.
સરદાર પટેલની પ્રતિમા ની ઊંચાઈ 'બિગ બેન' કરતાં બમણી અને 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી' કરતાં ત્રણ ગણી વધારે છે.