ભારતના ડ્રાઇવિંગ લાયસન્સ પર આ દેશોમાં ચલાવી શકો છો વાહન, નહીં થાય દંડ.

યુએસએ: અહીં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સ એક વર્ષ સુધી માન્ય છે. પણ તેની ઇંગ્લીશ કોપી સાથે I-94 ફોર્મ સાથે રાખવું જરૂરી છે.

મલેશિયા: ઇંગ્લીશ અથવા મલય ભાષામાં લાઇસન્સ હોવું જોઈએ. જો અન્ય ભાષામાં હોય તો ઇન્ડિયન એમ્બસીમાં તેનું અનુવાદ કરાવવું ફરજિયાત છે.

જર્મની: ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ માત્ર છ મહિના માટે માન્ય છે. તેમજ જર્મન ભાષામાં કોપી અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ જરૂરી છે.

ઓસ્ટ્રેલિયા: ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીન્સલેન્ડ, સાઉથ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયન કેપિટલ રિજન અને નોર્ધન રિજનમાં ત્રણ મહિના સુધી ઇંગ્લીશ કોપી માન્ય છે.

યુનાઇટેડ કિંગડમ: ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં એક વર્ષ સુધી માન્ય છે. પરંતુ તે માત્ર ટુ-વ્હીલર અને કાર ચલાવવાની મંજૂરી આપે છે.

ન્યુઝીલેન્ડ: લાઇસન્સની ઇંગ્લીશ કોપી તેમજ ન્યુઝીલેન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા અધિકૃત ભાષાંતરિત કોપી સાથે એક વર્ષ સુધી માન્ય છે.

સ્વિટ્ઝર્લૅન્ડ: ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ એક વર્ષ સુધી માન્ય છે, પરંતુ ભાડાની કાર ચલાવતી વખતે ઇંગ્લીશ કોપી જરૂરી છે.

સાઉથ આફ્રિકા: જો લાઇસન્સ ઇંગ્લીશમાં હોય તેમજ તેમાં ફોટોગ્રાફ અને સહી હોય તો જ તે માન્ય છે.

સ્વીડન: ઇંગ્લીશ, સ્વીડિશ, જર્મન, ફ્રેન્ચ અથવા નોર્વેજીયન પૈકી એક ભાષામાં હોય અને તેની સાથે ID હોય તો તે એક વર્ષ સુધી માન્ય છે.

સિંગાપોર: 12 મહિના સુધી માન્ય છે, પરંતુ વાહન ચલાવવા માટે તમારી ઉંમર 18 વર્ષ અને ઇંગ્લીશમાં લાઇસન્સ હોવું જોઈએ.

હોંગકોંગ: ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ હોંગકોંગમાં એક વર્ષ સુધી માન્ય છે.

More Web Stories