મેક્સિકોનો 'લા ઈસ્લા ડે લા મ્યૂનેક્સ' ટાપુ દુનિયાની ભૂતિયા જગ્યાઓમાંનો એક છે, અહીં તમને ઢીંગલીઓ લટકતી જોવા મળશે.
આમ તો આ ટાપુ વનરાજીથી ભરેલો છે, પણ રાત પડતાં જ અહીં કોઈ આવવાની હિંમત નથી કરતું.
1990માં જોમિચિકો કેનાલની સફાઈ દરમિયાન આ ટાપૂ લોકોના ધ્યાનમાં આવ્યો, 2001 પછી તે ચર્ચાનો વિષય બની ગયો.
સરકારી દસ્તાવેજોમાં આ ટાપુ હોન્ટેડ હોવાનો ઉલ્લેખ નથી, પણ લોકો માને છે કે આ ઢીંગલીઓમાં બાળકીની આત્મા છે.
2001 સુધી ડોન જૂલિયન સેંટાના બરેરા નામનો વ્યક્તિ આ ટાપુનો કેયર ટેકર હતો, તે અહીં એકલો રહેતો હતો.
જૂલિયનને અહીં એક બાળકીની તરતી લાશ મળી હતી, જેના બાદ તેને એક ઢીંગલી પણ મળી, જેને તેણે ઝાડ પર લટકાવી દીધી.
જૂલિયનને એક પછી એક ઢીંગલીઓ મળતી ગઈ, જેને તે ઝાડ પર લટકાવતો હતો, 2001માં જૂલિયનનું મૃત્યુ થયું.
માન્યતા છે કે જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું, જૂલિયનન ત્યાં જ મૃત્યુ પામ્યો, આ ઢીંગલીઓ રાત્રે વાતો કરતી હોવાની વાયકા છે.
ઢીંગલીઓ ઈશારાઓથી લોકોને પોતાની તરફ ખેંચે છે, ઘણીવાર તેમની આંખની કીકી પણ ફરતી હોવાનો લોકો દાવો કરે છે.
જો કે આ ઢીંગલીઓની હાલત જોઈને કોઈપણ ડરી જાય, કેટલાકનાં માથાં ઉંધા તો કેટલીક ઢીંગલીઓ માથા વગરની છે.