ઇન્ડોનેશિયાના બાલીમાં આવેલા આ મંદિરનું નામ છે તનાહ લોત, જેનો અર્થ સમુદ્રમાં આવેલી ભૂમિ એવો થાય છે.
મંદિરનું શિખર 1980માં નબળું થઇને પડવા લાગ્યું, જેના બાદ મંદિર અને આસપાસના ક્ષેત્રને જોખમી જાહેર કરાયા.
જાપાનની સરકારે આ શિખરને બચાવવા માટે ઇન્ડોનેશિયા સરકારની મદદ પણ કરી હતી.
આ શિખરના 1.3 ટકા હિસ્સાને કૃત્રિમ શિખરથી ઢાંકીને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
માન્યતા છે કે તનાહ લોત મંદિરનું નિર્માણ 15મી સદીમાં નિરર્થ ગામના એક પૂજારીએ કરાવ્યું હતું.
સમુદ્રના કિનારે ચાલતા ચાલતાં તે આ જગ્યાએ પહોંચ્યા અને અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું.
માનવામાં આવે છે કે ખરાબ આત્માઓ અને ખરાબ લોકોથી આ મંદિરની સુરક્ષા ઝેરીલા સાપ કરે છે.
કહેવાય છે કે પૂજારીએ પોતાની શક્તિથી વિશાળ સમુદ્રી સાપ પેદા કર્યા હતા, જે આજે પણ મંદિરની રક્ષા કરે છે.