પૃથ્વી પરની 10 એવી જગ્યા કે જ્યાં મહિનાઓ સુધી નથી થતો સૂર્યાસ્ત.
નોર્વે: નોર્વેમાં મેના અંતથી જુલાઈના મધ્ય સુધી દેશના ઉત્તરીય ભાગ પર ક્યારેય સૂર્ય આથમતો નથી.
અલાસ્કા: ઉનાળાના લગભગ 80 દિવસ સુધી સૌથી ઉત્તરીય નગર બેરોમાં સૂર્ય આથમતો નથી, જેને લોકો મિડ નાઈટ સન તરીકે પણ ઓળખે છે.
રશિયા: ઉત્તરીય શહેર મુર્મન્સ્કમાં મેના મધ્યથી જૂનના અંત સુધી લગભગ છ અઠવાડિયા સુધી સૂર્ય આથમતો નથી, જે 'વ્હાઇટ નાઇટ્સ' તરીકે ઓળખાય છે.
આઇસલેન્ડ: આર્કટિક સર્કલની નજીક હોવાથી ત્યાં પણ સૂર્ય આથમતો નથી. આ ઘટના જોવા માટે ઘણા લોકો ત્યાં જાય છે.
ફિનલેન્ડ: સૌથી ઉત્તરીય પ્રદેશ લેપલેન્ડમાં ઉનાળા દરમિયાન લગભગ બે મહિના સતત સૂર્યપ્રકાશ રહે છે.
સ્વીડન: ઉનાળાના મહિનાઓ દરમિયાન કિરુના અને એબિસ્કો જેવા શહેરોમાં લગભગ 100 દિવસ સુધી સૂર્ય આથમતો નથી.
કેનેડા: રિઝોલ્યુટ અને ગ્રીસ ફિઓર્ડ જેવા નગરોમાં લગભગ બે મહિના સુધી સૂર્ય આથમતો નથી.
ગ્રીનલેન્ડ: કનાકા અને ઉપર્ણવિક જેવા ઉત્તર ધ્રુવની નજીક આવેલા સ્થળોએ સૂર્યાસ્ત થતો નથી.
સ્કોટલેન્ડ: શેટલેન્ડ ટાપુઓના લેર્વિક જેવા નગરોમાં સૂર્ય સંપૂર્ણ રીતે અસ્ત થતો નથી. તેના બદલે, તે ક્ષિતિજ પર ફરે છે.
ફેરો આઇલેન્ડ: લગભગ બે મહિના સુધી સૂર્ય ક્યારેય સંપૂર્ણ રીતે અસ્ત થતો નથી.