ઉનાળો શરૂ થતાંની સાથે જ શરીરનો અને ત્વચાનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી બની જાય છે. આજની સ્ટોરીમાં અમે સમર સ્કિન રૂટિન લઈને આવ્યા છીએ, જે તમને ગરમીથી થતા નુકસાન સામે મદદ કરશે.

હાઈડ્રેશન : દિવસનું બે લીટર કે તેથી વધુ પાણી પીવાનું રાખો. બને તેટલું પ્રવાહી લો. ગરમીના લીધે તમારું શરીર ડિહાઈડ્રેટ ન થાય તેનું ધ્યાન રાખો.

વિટામિનથી ભરપૂર ખોરાક : વિટામિન સી અને ઈથી ભરપૂર ખોરાક લો, જેમકે સંતરા, કાકડી અને તરબૂચ. એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર આ ખોરાક તમારી ત્વચાને યુવી રેડિયેશનથી થતા નુકસાનથી બચાવશે.

નારિયેળ તેલ : નારિયેળ તેલનો ઉપયોગ કરો. એ પછી શરીરે માલિશ કરવી હોય કે તમને જ્યાં સન બર્ન થયું હોય ત્યાં લગાવીને. નહાવાના પાણીમાં પણ નારિયેળ તેલ ઉમેરવું લાભદાયી રહેશે.

સારી ક્વોલિટીવાળું સ્ક્રબ : તમારા સ્કિન કેર રૂટિનમાં સ્કિનને અનુકુળ આવે તેવું સ્ક્રબ વાપરો, તે ત્વચાને નિખારવામાં મદદ કરશે. પણ રોજ સ્ક્રબ વાપરવું સ્કિન માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.

નેચરલ સાબુ અથવા શાવર જેલ : સુગંધિત દ્રવ્યો વાળા સાબુ તમારી સ્કિનને વધુ શુષ્ક બનાવી શકે છે. એના સ્થાને નેચરલ સાબુ અને શાવર જેલનો ઉપયોગ કરો.

એલોવેરા જેલ - તમારા ચહેરા અને ગરદનના ભાગે એલોવેરા જેલ અપ્લાય કરો. તે વધારે પડતા તડકાથી તમારી ત્વચાને થતા નુકસાનને રોકવામાં મદદ કરશે અને ત્વચાને ઠંડક આપશે.

સનસ્ક્રીન : તમારી ત્વચાને યુવી-એ અને યુવી-બી કિરણોના રેડિયેશનથી બચાવવા સનસ્ક્રીન લગાવવાનું રાખો, તેનાથી સન બર્ન અને ટેનિંગ સામે સુરક્ષા મળશે.

ફુલ સ્લીવ ક્લોથ્સ : ઘરેથી બહાર નીકળતી વખતે લાંબી બાંયના કપડાં પહેરો. આછા કલરના, ઢીલાં, ફુલ સ્લીવ્સ અને કોટનના કપડાં પહેરો. આનાથી ગરમી ઓછી લાગશે અને પરસેવો શોષાઈ જશે.

More Web Stories