PCOS થી રાહત મેળવવા આ 5 યોગાસન થશે ઉપયોગી, હોર્મોન્સ બેલેન્સમાં કરશે મદદ.
PCOS એ હોર્મોનલ ઈમબેલેન્સને લગતી સમસ્યા છે, જેના કારણે અનિયમિત પીરિયડ્સ, વજનમાં વધારો અને પ્રેગનન્સીમાં સમસ્યા થઈ શકે છે. તેનાથી રાહત મેળવવા માટે આ યોગાસનને તમારા રૂટીનમાં સામેલ કરો.
નૌકાસન: તે પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ અંડાશયના કાર્યને સુધારે છે અને પીરિયડ્સને નિયમિત કરે છે.
ઉષ્ટ્રાસન: આ યોગાસન હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે અને પીરિયડ્સની અનિયમિતતા ઘટાડે છે. તેમજ થાઇરોઇડ અને અંડાશયને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
ધનુરાસનઃ તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરને એક્ટીવ રાખે છે. તે પીરિયડ પ્રોબ્લેમ ઘટાડવામાં અને પેટની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.
ભુજંગાસનઃ આ યોગાસન પેટ અને અંડાશયમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં ઉર્જા વધે છે અને સ્ટ્રેસ પણ ઓછો થાય છે.
મંડુકાસન: આ યોગાસન શરીરમાં ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત કરે છે અને પેટની ચરબી ઘટાડે છે. આ હોર્મોનલ બેલેન્સ રાખે છે અને PCOSના લક્ષણોમાં સુધારો કરે છે.