ચોમાસામાં વધી શકે છે ડેન્ગ્યુનો ખતરો, જો આ લક્ષણ દેખાય તો ડોક્ટરની મુલાકાત લો.

ચોમાસાના આગમનથી ગરમીથી રાહત તો મળે જ છે પરંતુ આ સાથે પાણીનો ભરાવો થવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ થાય છે.

વરસાદમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધે છે જેથી ડેન્ગ્યૂના કેસમાં પણ વધારો થાય છે.

ડેન્ગ્યુ માટે ચાર વાયરસ જવાબદાર છે. જેને DENV-1, 2, 3 અને DENV-4 કહેવામાં આવે છે.

ડેન્ગ્યુના મચ્છર કરડવાથી વ્યક્તિના આખા શરીરમાં વાયરસ ફેલાય જાય છે, જેથી ચેપ લાગતા 104 ડિગ્રી ફેરનહીટ તાવ આવે છે.

તાવ સાથે જ ઉબકા, માથાનો દુખાવો, હાડકામાં દુખાવો અને ત્વચા પર લાલ ચકામા જેવા લક્ષણો દેખાય છે.

ડેન્ગ્યુમાં આંખોમાં દુખાવો, નાક અને મોંમાંથી લોહી પણ નીકળવા લાગે છે. હાઈ બીપી અને પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે.

ડેન્ગ્યુના મચ્છરથી બચવા માટે રાત્રે બારી - બારણાં બંધ રાખવા જોઈએ, તેમજ હાથ-પગ ઢંકાય તેવા લાંબી બાંયના કપડાં પહેરવા જોઈએ.

આ ઉપરાંત મચ્છરદાનીમાં સુવું જોઈએ અને ઘરની આસપાસ લાંબા સમય સુધી પાણી જમા ન થવા દો. તેમજ સ્વચ્છતા જાળવવો.

More Web Stories