World Earth Day 2024: જાણો વિશ્વ પૃથ્વી દિવસની શરૂઆત કેમ થઈ.
વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલે 193 થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. જેનો ઉદેશ્ય પૃથ્વી અને પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાનો છે..
સૌપ્રથમ 1969માં જ્હોન મેકકોનેલે યુનેસ્કો સંમેલનમાં તેની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો..
યુએસ સીનેટર જેરાલ્ડ નેલ્સન અને હાર્વર્ડના વિદ્યાર્થી ડેનિસ હેયસને 22 એપ્રિલ, 1970ના રોજ દેશવ્યાપી પર્યાવરણીય શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવાનો વિચાર આવ્યો..
અમેરિકામાં મોટાભાગની કોલેજોમાં વસંતઋતુના કારણે રજા હોવાથી 22 એપ્રિલની તારીખ પસંદ કરવામાં કરવામાં આવી હતી..
યુએસએ પ્રથમ પૃથ્વી દિવસ 22 એપ્રિલ 1970 ના રોજ ઉજવ્યો હતો, ડેનિસ હેયસે 1990 માં આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં 141 દેશોએ ભાગ લીધો હતો..
વર્ષ 2024ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ 'Planet vs Plastics' છે..
આ થીમનો ઉદ્દેશ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને નાબૂદ કરવાનો અને તેના વિકલ્પો શોધવાનો છે.