Happy New Year 2025: બોલિવૂડ સિલેબ્સે આ રીતે ઉજવ્યું નવું વર્ષ, જુઓ તસ્વીરો.

નીતુ કપૂરે નવા વર્ષની ઉજવણી રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રિદ્ધિમા કપૂર સાહની અને પરિવારના અન્ય સભ્યો સાથે કરી હતી.

અજય દેવગને પણ કાજોલ અને તેનો પુત્ર યુગ સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.

અનન્યા પાંડેએ તેના નવા વર્ષની શરૂઆત એક પપ્પી સાથે કરી હતી અને તેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

સુષ્મિતા સેને ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં વર્ષ 2025નું સ્વાગત કર્યું છે. આ દરમિયાન તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

નવા વર્ષના અવસર પર શિલ્પા શેટ્ટીએ પણ પોતાના પરિવાર અને નજીકના લોકો સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ પણ પતિ રાઘવ ચઢ્ઢા સાથે નવા વર્ષની ઉજવણીની ઝલક બતાવી હતી.

સોનાક્ષી સિન્હાએ પણ લગ્ન બાદ પ્રથમ વખત પતિ ઝહીર ઈકબાલ સાથે સિડનીમાં નવું વર્ષ ઉજવ્યું.

બોલિવૂડનું પાવર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફે પણ નવા વર્ષની ઉજવણીના ફોટો શેર કર્યા છે.

તૃપ્તિ ડિમરીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી છે જેમાં તે ફિનલેન્ડમાં હિમવર્ષાની મજા માણી રહી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ કરીના કપૂર પોતાના પરિવાર સાથે નવું વર્ષ ઉજવવા બહાર ગઈ છે. આ વર્ષે કરીના તેના પરિવાર સાથે સ્વિટ્ઝરલેન્ડ ગઈ છે.

શ્રદ્ધા કપૂરે નવા વર્ષ નિમિત્તે ફેન્સ સાથે પોતાની કેટલીક ક્યૂટ તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લેક ટી-શર્ટ અને ડેનિમ પહેરેલી જોવા મળી રહી છે.

રિતેશ દેશમુખે પણ તેના ફેન્સ સાથે જેનિલિયા અને તેમના બે બાળકો સાથેનો ફોટો શેર કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

More Web Stories