સલમાન, અમિતાભ, કંગના સહિતના સુપરસ્ટાર્સ પાસે કઈ કેટેગરીની સુરક્ષા?.
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર મોડી રાત્રે અચાનક થયેલા હુમલા બાદ સુરક્ષા પર મોટા સવાલો ઉભા થયા છે.
જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમને X+, Y+, Z કેટેગરીની સુરક્ષા મળી છે.
X+ કેટેગરીની સુરક્ષા માટે 2 સુરક્ષા કર્મચારીઓ, Y+માં 11 સુરક્ષા કર્મચારીઓ હોય છે, જેમાં 1 અથવા 2 કમાન્ડો અને 2 PSO, તેમજ Z કેટેગરીમાં કમાન્ડો સહિત 22 સુરક્ષા કર્મચારીઓ હોય છે.
Z કેટેગરીમાં તમામ કમાન્ડો માર્શલ આર્ટ નિષ્ણાતો હોય છે અને તેમની પાસે એડવાન્સ ટેકનોલોજીના હથિયારો હોય છે, તેમજ એક એસ્કોર્ટ કાર પણ આપવામાં આવે છે.
'જવાન' અને 'પઠાન'ની સફળતા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. આથી શાહરૂખ ખાનને સરકાર તરફથી Y+ કેટેગરીની સુરક્ષા મળી છે.
સલમાન ખાનને લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, તેની પાસે Y+ સિક્યોરિટી છે, તેના ઘરને પણ બુલેટ પ્રૂફ બનાવવામાં આવ્યું છે.
કંગના રનૌતને 2020માં Y+ સુરક્ષા આપવામાં આવી હતી, જ્યારે તેણીની સાંસદ સંજય રાઉત સાથે પબ્લિક કલેશ થયો હતો.
અમિતાભ બચ્ચન પણ ધમકીઓથી બચી શક્યા નથી, વર્ષ 2022માં તેમની સુરક્ષા X થી વધારીને Y+ કરવામાં આવી હતી. પરંતુ સાચું કારણ શું હતું તે બહાર આવ્યું નથી.
દીપિકા પાદુકોણને તેની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેણીને કરણી સેના તરફથી ધમકીઓ મળી હતી, તેણીએ ઘણી વખત ઓનલાઈન ધમકીઓનો સામનો કર્યો હતો.
અક્ષય કુમારને Y+ સુરક્ષા આપવામાં આવી છે. તેમના પબ્લિક અપીયરન્સ દરમિયાન ઘણી વખત નાસભાગ મચી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે તેમને સુરક્ષા આપી છે.
'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદ અનુપમ ખેરને X+ સુરક્ષા આપવામાં આવી હતી. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો.