જાણો કેટલા અમીર છે અમિતાભ બચ્ચનના જમાઈ, સંપત્તિમાં સસરા કરતા આગળ.
બચ્ચન પરિવાર કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. હાલમાં, બિગ બીના જમાઈ બિઝનેસમેન નિખિલ નંદા સમાચારમાં છે.
બચ્ચનના જમાઈ અને એસ્કોર્ટ કુબોટા લિમિટેડના સીઈઓ નિખિલ નંદા સહિત 9 લોકો વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં FIR નોંધવામાં આવી છે.
એક તરફ અભિષેક બચ્ચને બોલિવૂડની સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે, તો બીજી તરફ શ્વેતાના લગ્ન ઉદ્યોગપતિ નિખિલ નંદા સાથે થયા છે.
શ્વેતાના બિઝનેસમેન પતિ નિખિલ નંદાનું કપૂર પરિવાર સાથે ખાસ કનેક્શન છે. તે રાજ કપૂરની બહેન રિતુ નંદાનો પુત્ર છે, એટલે કે રણબીર કપૂર અને કરિશ્મા કપૂરનો કઝિન છે.
નિખિલ નંદા શાહી લાઈફસ્ટાઈલ જીવે છે. નિખિલ નંદાના દાદા હર પ્રસાદ નંદાએ એસ્કોર્ટ્સ ગ્રુપની શરૂઆત કરી હતી, ત્યારબાદ નિખિલ નંદાએ પિતાનો બિઝનેસ સંભાળ્યો.
વર્ષ 2005માં નિખિલ નંદાને કંપનીના MD બનાવવામાં આવ્યા હતા. તેમણે ફાયનાન્સ અને માર્કેટિંગનો અભ્યાસ કર્યો છે. આજે આ કંપનીની આવક રૂ. 7000 કરોડ છે અને નિખિલ તેને એકલા હાથે સંભાળે છે.
નિખિલ નંદા હાલમાં લગભગ 7000 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. આથી કહી શકાય કે તેની આવક અમિતાભ બચ્ચન કરતા અનેક ગણી વધારે છે.
આજે અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 3160 કરોડ રૂપિયા છે.