મિસમેચ્ડ ફેમ પ્રાજક્તા કોલીએ કર્યા લગ્ન, ફોટોમાં ખુશખુશાલ નજર આવી એક્ટ્રેસ.

પ્રાજક્તા કોલીએ તેના બોયફ્રેન્ડ વૃષાંક સાથે લગ્ન કર્યા છે. જેની તસ્વીરો હાલ વાયરલ છે. જેમાં એક્ટ્રેસનો સોબર લુકે લોકોનું દિલ જીતી લીધું છે.

પ્રાજક્તા કોલીએ વૃષાંક કનલ સાથે કર્જતમાં લગ્ન કર્યા છે. એવામાં વૃષાંક પણ અદભૂત લુકમાં જોવા મળ્યો હતો.

પ્રાજક્તા કોલીએ તેના લગ્નમાં બેઇજ કલરનો લહેંગા પહેર્યો હતો. આ લહેંગામાં પારિજાત ફૂલોના મોટિફ હતા. વૃષાંકે ઑફ-વ્હાઇટ કલરની શેરવાની પહેરી હતી.

પ્રાજક્તાએ તેના બ્રાઇડલ લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો. લહેંગાની સાથે તેની જ્વેલરી પણ એકદમ સિમ્પલ હતી. તેમજ મેકઅપને એકદમ ન્યુટ્રલ હતો.

પ્રાજક્તાએ સંગીત ફંક્શન માટે તેના મમ્મીની પૈઠણી સાડી પહેરી હતી. તેણે આ સાડી સાથે મહારાષ્ટ્રીયન લુક કેરી કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

પ્રાજક્તાએ સંગીત ફંક્શન માટે પૈઠણી સાડી પહેરી હતી, ત્યારે વરરાજાએ કાળો કોટ અને પેન્ટ કેરી કર્યો હતો.

એક્ટ્રેસે તેના હલ્દી ફંક્શન માટે સુંદર સફેદ સૂટ પહેર્યું હતું. તેમજ હાથમાં ગુલાબ અને મોગરાની બનેલી બ્રેસલેટ પહેરી હતી. સિમ્પલ ચોકર અને લાંબી ઈયરિંગ્સ અને માંગટિકામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

હલ્દીમાં પ્રાજક્તાએ ગોલ્ડન બોર્ડર સાથેનો સફેદ સૂટ પહેર્યું હતું, તો વૃષાંકે પણ ગોલ્ડન વર્કવાળા મેચિંગ કુર્તા-પાયજામા પહેર્યા હતા.

મહેંદી ફંક્શન માટે પ્રાજક્તાએ ખૂબ જ સુંદર હેન્ડ એમ્બ્રોઇડરીથી નાના ફૂલો અને પાંદડાની ડિઝાઈનવાળું સ્કર્ટ અને બ્લાઉઝ પહેર્યું હતું. તેના પર ગોલ્ડન લેસ બોર્ડર લગાવવામાં આવી છે. વરરાજાએ મેચિંગ કુર્તા સાથે નેહરુ જેકેટ પણ પહેર્યું હતું.

More Web Stories