12 કલાકની શિફ્ટના મળતા હતા 100 રૂપિયા: બોલિવૂડ અભિનેત્રીનું દર્દ.
બોલિવૂડ અભિનેત્રી ગૌહર ખાને એક ઈન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા કહ્યું કે હું દરેકના કામનું સન્માન કરું છું.
પોતાના જૂના દિવસોને યાદ કરતાં ગૌહરે કહ્યું, 'મારા માટે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. હું મહેનતની કદર કેવી રીતે કરવી તે જાણું છું'.
બોલિવૂડ અભિનેત્રી ગૌહર ખાન પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. ટીવી અભિનેત્રી નિગાર ખાન તેની બહેન છે.
ગૌહર ખાને કરિયરના શરૂઆતના દિવસોમાં મોડલ તરીકે કામ કર્યું હતું. તેને બાળપણથી જ રેમ્પ પર ચાલવાનો શોખ હતો.
ગૌહરે પોતાના શરૂઆતી દિવસોમાં 12 કલાકની શિફ્ટમાં કામ કર્યું છે. આ માટે તેને માત્ર 100 રૂપિયા મળતા હતા.
પોતાના કામ વિષે વાત કરતા ગૌહર ખાને જણાવ્યું કે, 'મેં 9મા ધોરણથી કામ કરવાનું શરૂ કર્યું હતું'.
ગૌહરે વર્ષ 2009માં રોકેટ સિંઘઃ સેલ્સમેન ઓફ ધ યરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ. તેને ફિલ્મ 'ઈશ્કઝાદે'માં ચાંદ બીબીના રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.
અભિનેત્રી ગૌહર ખાને 2020માં ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા. દંપતી એક બાળકના માતા-પિતા છે.