અલ્લુ અર્જુનના પિતાથી લઈને ભાઈ-ફુઆ સુધી બધા છે એક્ટર.
પુષ્પાનો પરિવાર માત્ર મોટો નથી, પરંતુ તે સાઉથ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી અને લોકપ્રિય પરિવારોમાંથી એક છે.
અલ્લુ અર્જુનના દાદા, અલ્લુ રામલિંગ્યા, 70-80ના દાયકાના તેલુગુ સિનેમાના દિગ્ગજ અભિનેતા હતા, તેમને 1990માં પદ્મશ્રી અને 2001માં રઘુપતિ વેંકૈયા એવોર્ડ મળ્યો હતો.
અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત ફિલ્મ નિર્માતા છે. તેમના લગ્ન નિર્મલા અલ્લુ સાથે થયા હતા. તેમને ત્રણ પુત્રો છે: અલ્લુ અર્જુન, અલ્લુ વેંકટેશ અને અલ્લુ સિરીશ.
અલ્લુ અર્જુનનો મોટો ભાઈ અલ્લુ શિરીષ પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર છે અને તેણે ફિલ્મ 'ગૌરવમ'થી ડેબ્યૂ કર્યું હતું.
સુપરસ્ટાર ચિરંજીવી અલ્લુ અર્જુનના ફુઆ છે. ચિરંજીવીએ અલ્લુ અર્જુનની ફાઇબા સુરેખા સાથે લગ્ન કર્યા છે.
RRR સ્ટાર રામ ચરણ સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર અને અલ્લુ અર્જુનના કઝિન છે.
પવન કલ્યાણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અને નેતા છે. પવન કલ્યાણ ચિરંજીવીનો ભાઈ છે અને તેનું અલ્લુ અર્જુન સાથે પણ ખાસ કનેક્શન છે.
અલ્લુ અર્જુનના ફુઆ ચિરંજીવીના બે ભાઈઓમાં એક પવન કલ્યાણ અને બીજા નાગેન્દ્ર બાબુ છે, જે એક્ટર અને પ્રોડ્યુસર પણ છે. નાગેન્દ્ર બાબુનો પુત્ર વરુણ તેજ પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટર છે.
નિહારિકા કોનિડેલા નાગેન્દ્ર બાબુની પુત્રી અને વરુણ તેજાની બહેન છે. ફિલ્મો ઉપરાંત તે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કરે છે.