નાગા ચૈતન્યએ જેની સાથે સગાઇ કરી તે શોભિતા ધૂલિપાલા કોણ છે?.
સાઉથના સુપરસ્ટાર નાગા ચૈતન્યએ શોભિતા ધૂલિપાલા સાથે સગાઈ કરી લીધી છે. સગાઈની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.
એવામાં ઘણા લોકો નથી જાણતા કે શોભિતા ધૂલિપાલા કોણ છે? તો જાણીએ કે કોણ છે શોભિતા.
શોભિતાનો જન્મ 31 મે, 1992ના રોજ આંધ્ર પ્રદેશમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો.
શોભિતાએ અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી લીધી છે.
શોભિતાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી, 2013માં તેણે મિસ ઈન્ડિયા અર્થનો ખિતાબ જીત્યો હતો.
શોભિતા 2016માં બોલિવૂડ ફિલ્મ 'રમણ રાઘવ 2.0'માં જોવા મળી હતી.
ત્યારબાદ શોભિતા સૈફ અલી ખાનની ફિલ્મ 'શેફ'માં પણ જોવા મળ્યો હતી.
શોભિતાને 'મેડ ઇન હેવન' નામની સિરીઝથી ઓળખ મળી હતી.
છેલ્લે શોભિતા આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂર સાથે નાઇટ મેનેજરમાં પણ જોવા મળી હતી.