વિક્રાંત મેસી સિવાય આ બોલિવૂડ સેલેબ્સે કારકિર્દીની ટોચ પર અભિનયને કહ્યું છે અલવિદા.

વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ રિલીઝ થયા પછી તાજેતરમાં જ બોલિવૂડમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

બિગ બોસ ફેમ અને બોલિવૂડ એક્ટ્રેસ સના ખાને પણ ધર્મનો માર્ગ આપનાવીને કારકિર્દીને અલવિદા કહ્યું હતું.

નીલમ કોઠારીએ પોતાના કરિયરમાં ઘણા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ એક સમયે એક્ટિંગ અચાનક એક્ટિંગ છોડીને તેણે ફેન્સને ચોંકાવી દીધા હતા.

ઈમરાન ખાનની એક્ટિંગ કરિયર ઘણી સારી ચાલી રહી હતી. જ્યારે તે તેની કારકિર્દીની ટોચ પર હતો ત્યારે તેણે અભિનય છોડી દીધો હતો.

દંગલ ફેમ ઝાયરા વસીમે પણ ધર્મના માર્ગે ચાલવા માટે પોતાની અભિનય કારકિર્દીને અલવિદા કહી દીધું હતું.

બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવનાર અસિને પણ લગ્ન પછી ફિલ્મ ઉદ્યોગને પણ અલવિદા કહી દીધું હતું.

ઝાયેદ ખાને પણ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ એક્ટિંગની દુનિયામાંથી અચાનક સંન્યાસ લઈ લીધો હતો.

વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કા શર્મા કોઈ મોટી બ્લોકબસ્ટર ફિલ્મમાં જોવા મળી નથી. કરિયર છોડીને તે પોતાના પરિવાર પર ધ્યાન આપી રહી છે.

ફિલ્મ 'આશિકી' ની સફળતા પછી, અનુ અગ્રવાલ ફેમસ થઇ ગઈ હતી, પરંતુ ત્યારપછી તેણે અચાનક ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

‘કરણ અર્જુન’ અને ‘સબસે બડા ખિલાડી’ જેવી ફિલ્મોમાં કામ કરેલી મમતા કુલકર્ણીએ પણ અચાનક જ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

સંગીતા બિજલાની 80 અને 90ના દાયકાની ગ્લેમરસ અભિનેત્રી હતી, પરંતુ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા બાદ તેણે કારકિર્દીને અલવિદા કહી દીધું હતું.

More Web Stories