Bigg Boss OTT 3 Launch: આ સેલિબ્રિટીઓ બિગ બોસ OTT 3 માં જોડાયા, જુઓ લિસ્ટ.

જિયોવાની ડેલબિયોન્ડો: અનીલ કપૂર જેવો જ દેખાતો જિયોવાની એક બોડી બિલ્ડર અને ડાયેટ કોચ છે.

સના સુલતાન ખાન: તે એક મોડેલ છે, ટિકટોક કન્ટેન્ટ ક્રિએટર તરીકે કરિયર શરુ કર્યું હતું, તેમજ લોકપ્રિય પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

સાઈ કેતન રાવ: તે એક ટીવી એક્ટર છે, તેમણે 'મહેંદી હૈ રચને વાલી', 'ચાશની' અને 'ઈમલી' જેવા શોમાં કામ કર્યું છે.

પૌલોમી પોલો દાસ: 'ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ' થી કરિયરની શરૂઆત કરનાર આ મોડલે 'સુહાની સી એક લડકી', 'દિલ હી તો હૈ' અને 'કાર્તિક પૂર્ણિમા' જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

સના મકબુલ: 2009 માં MTV પર રિયાલિટી શો ટીન દિવા સાથે તેની સફર શરૂ કરનાર એકટ્રેસે 'કિતની મોહબ્બત હૈ', 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂ' તેમજ 'ખતરોં કે ખિલાડી 11'માં જોવા મળી હતી.

શિવાની કુમાર: આ ગ્રામીણ ઇન્ફ્લુએન્સર ઉત્તર પ્રદેશના અરિયારી ગામની છે અને તે દેસી ભાષામાં વીડિયો બનાવે છે.

વિશાલ પાંડે: તે એક ઇન્ફ્લુએન્સર છે. સમિક્ષા અને ભાવિન સાથેના લિપ-સિંક વીડિયો ખૂબ ફેમસ છે.

નીરજ ગોયત: તે હરિયાણાનો પહેલવાન છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે, તેણે 'RRR', 'મુકાબાઝ' અને 'તુફાન' જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

ચંદ્રિકા દીક્ષિત: તે 'વડા પાવ ગર્લ' તરીકે જાણીતી છે. વડાપાવ વેચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાતોરાત તે પોપ્યુલર થઈ ગઈ હતી.

નેઝી, નાવેદ શેખ: નેઝી તરીકે પણ ઓળખાય છે, તે રેપર છે અને સ્ટ્રીટ હિપ-હોપ માટે જાણીતો છે, ફિલ્મ 'ગલી બોય' તેના જીવનથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે.

અરમાન મલિક: તે તેની બે પત્નીઓ, પાયલ મલિક અને કૃતિકા મલિક, લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર છે.

લવ કટારિયા: તે એક લોકપ્રિય યુટ્યુબર છે જે વિવાદાસ્પદ યુટ્યુબર એલ્વિશ યાદવના BFF તરીકે પણ ઓળખાય છે.

મુનિષા: એક અભિનેત્રી હોવાની સાથે જ્યોતિષી પણ છે, તે 'જસ્ટ મોહબ્બત', 'વૈદેહી', 'અપને પરાયે' અને 'તંત્ર' જેવા શોનો ભાગ રહી ચૂકી છે.

More Web Stories