1979માં આવેલી હોલિવૂડ ફિલ્મ એન્ટ્રમને જોઈ લગભગ 86 લોકો મોતને ભેટ્યા હતા, ફિલ્મના મેકર્સ પોતે તેને અભિશાપિત માને છે.
આ એક ભાઈ-બહેનની વાર્તા છે, જેમાં પોતાના પાલતુ કુતરાના મોતથી બંને દુખી થઈ જાય છે. કુતરાની આત્માને બચાવવા બંને નરકનો રસ્તો ખોદે છે.
આ ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે ફિલ્મમાં એક રહસ્ય છે, જેને ખાલી અમુક દર્શકો જ જોઈ શકે. આ રહસ્ય જે જાણી જાય, તેનુ મૃત્યુ નક્કી છે.
ફિલ્મ 1979માં એક ફિલ્મ ફેસ્ટિવલમાં સૌ પહેલા બતાવવામાં આવી. કોઈને ખ્યાલ નથી ફિલ્મ ત્યાં કેવી રીતે પહોંચી.
ફિલ્મ આપમેળે જ પ્લે થઈ જતી હતી. જેના પછી ઘણા ઈવેન્ટ મેનેજર અને વર્કરનું મોત થયું હતું.
હંગેરીના બુડાપેસ્ટમાં 1988માં એન્ટ્ર્મનું સ્ક્રિનિંગ રખાયું, ત્યારે અચાનક બિલ્ડિંગમાં આગ લાગી અને 56 લોકો મોતને ભેટ્યા.
આખો પ્રોજ્ક્ટર રૂમ અને બિલ્ડિંગ બળીને ખાક થઈ, પણ ફિલ્મની રીલને કોઈ નુકસાન નહોતુ પહોંચ્યું.
1993માં સાન ફ્રાન્સિસ્કોમાં તેનું બીજું સ્ક્રિનિંગ થયું, આ વખતે બિલ્ડિંગમાં વિસ્ફોટ થયો ને 30 લોકો મરી ગયા.
ફિલ્મ સાથે અન્ય કિસ્સા પણ જોડાયેલા છે, પણ તેની પુષ્ટિ કોઈ નથી કરતું. લગભગ 20 વર્ષ પછી ફિલ્મને 2018માં થિયેટરમાં રિલિઝ કરવામાં આવી.