બોલિવૂડ એક્ટ્રેસનું કરવા ચોથ, શિલ્પા, સોનમ, રવિનાનો લૂક વાયરલ.
ગઈકાલે દેશભરમાં ધામધૂમથી કરવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, જેમાં રવિના ટંડનથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની અભિનેત્રીઓએ કરી ઉજવણી.
શિલ્પા શેટ્ટીએ કરવા ચોથ પર લાલ અને ગોલ્ડન રંગના લહેંગામાં જોવા મળી હતી.
અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેના પહેલા કરવા ચોથના વ્રતમાં મેચિંગ ડાયમંડ ઇયરિંગ્સ, કપાળ પર સિંદૂર અને ગુલાબી શરારા સૂટ પહેર્યું હતું.
પોતાની સ્ટાઈલ માટે પ્રખ્યાત સોનમ કપૂરે કરવા ચોથ પર આછો લીલો રંગનો ચંદેરી લહેંગા સેટ સાથે મેચિંગ ઇયરિંગ્સ અને ગળામાં અલગ-અલગ સાઈઝના મૂન સ્ટિકર પણ લગાવ્યા હતા.
આ પ્રસંગે અભિનેત્રી રવિના ટંડન રેડ અને ગોલ્ડન સૂટમાં જોવા મળી હતી. તેણીએ તેના કપાળ પર સિંદૂર અને તેના કાનમાં સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પહેરી હતી.
કેટરીના કૈફ કરવા ચોથ પર ગુલાબી રંગની સાડીમાં જોવા મળી હતી. અભિનેત્રીના કપાળમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું.
સોનાક્ષી સિન્હાને આ વર્ષે પહેલી કરવા ચોથ છે. આ અવસરે અભિનેત્રી લાલ સાળીમાં, માથે સિંદુર લગાવેલા સિમ્પલ લૂકમાં જોવા મળી હતી.
મીરા રાજપૂતે કરવા ચોથ પર કટ સ્લીવ્ઝ બ્લાઉઝ સાથે લાઈટ બોર્ડરવાળી સિમ્પલ લાલ સાડી પહેરી હતી.
કૃતિ ખરબંદાએ આ અવસરે ગોલ્ડન કલરની સિલ્ક સાડી પહેરી હતી. અનોખા મંગલસૂત્ર સાથે ગોલ્ડન કલરની ઈયરિંગ્સ અને ઓપન હેર હેરસ્ટાઈલ હતી.
અભિનેત્રી મોની રોયે પણ કરવા ચોથ પર લાલ રંગની સાડી પહેરી હતી.
ગીતા બસરા પણ કરવા ચોથના અવસર પર જોવા મળી હતી. તેણે લાલ રંગની હેવી એમ્બ્રોઇડરીવાળી સાડી પહેરી સાથે મલ્ટી કલરનું એમ્બ્રોઇડરી બ્લાઉઝ પહેર્યું હતું.